મિત્રો આપણા બધાનું જીવન મોબાઈલ વગર અધૂરું છે પણ તમે એ નથી જાણતા કે આ મોબાઈલની તમારા જીવન, મગજ અને શરીર પર કેવી અસર થાય છે તો આજે હું એક એવી જાણકારી લઈને આવ્યો છું જેમાં Mobile Radiation તમને કઈ રીતે નુકસાન કરે છે અને તેનાથી કઈ રીતે બચી શકાય એ જાણીશું.
આજની જાણકારીમાં આપણે મોબાઈલના એક એવા પરિબળ વિશે જાણીશું જે ખૂબ જ નુકસાનકારક હોય છે તો આના વિશે બધાને જાણકારી હોવી જરૂરી છે તો ચાલો જાણી લઈએ કે Mobile Radiation એટલે શું? મગજ અને શરીર પર કેવી રીતે અસર કરે છે તેના વિશે સંપૂર્ણ જાણકારી.
Mobile Radiation એટલે શું?
રેડીએશન એટલે એક પ્રકારની ઉર્જા અને તેની સાથે મોબાઈલને જોડીએ તો Mobile Radiation અર્થાત એક એવી પ્રકારની ઉર્જા જેનું મોબાઈલ દ્વારા ઉત્સર્જન થાય છે તેને Mobile Radiation કહેવામાં આવે છે.
Mobile Radiation ને તમે એક કિરણના નામથી પણ ઓળખી શકો છો. રેડીએશનની કોઈ સીમા નથી હોતી, તે ગમે ત્યારે અને ગમે તે દિશામાં અવરજવર કરી શકે છે.
Mobile Radiation કેવું હોય છે?
Mobile Radiationને નરી આંખે જોઈ શકાતું નથી. આ એક એવા પ્રકારનું કિરણ હોય છે. જે આપણા શરીરના હાડકા સિવાય કોઈ પણ અંગોમાંથી આરપાર પસાર થઈ શકે છે.
Mobile Radiation શરીર માટે કેવી રીતે હાનિકારક છે?
જ્યારે તમે મોબાઈલને ચાલુ કરીને તેનો ઉપયોગ કરો છો ત્યારે મોબાઈલ નેટવર્કના ટાવર દ્વારા એક કિરણનું ઉત્સર્જન થાય છે. જે મોબાઈલને નેટવર્ક સાથે જોડી રાખે છે. હવે જો આ મોબાઈલ અને નેટવર્ક વચ્ચે માનવ શરીર આવી જાય તો આ કિરણ (રેડીએશન) તૂટી નથી જતું પણ તે શરીરની આરપાર પસાર થઈને એક બીજા સાથે જોડાઈ રહે છે.
હવે જો આ કિરણ તમારા શરીરમાંથી લાંબા સમય સુધી આરપાર પસાર થતું રહેતું હોય તો તે શરીરના અંગોને લાંબા સમયે નુકસાન પહોચાડે છે. હા, આ રેડીએશન એટલું પણ હાનિકારક નથી કે તમારું મૃત્યુ થઈ શકે પણ હા તમારું શરીર બિમાર પડી જાય છે, વૃદ્ધ જલ્દી થઈ જવાય, રાતે ઊંઘ ન આવવી, યાદશક્તિ ઓછી થવી, માથાનો દુખાવો વગેરે જેવો પ્રભાવ પડે છે.
મોબાઈલમાંથી કેટલા પ્રમાણમાં રેડીએશન નીકળે છે એ ખબર કેવી રીતે પડે?
Mobile Radiation એ મોબાઈલની સાર ( SAR ) વેલ્યુ પર આધારીત હોય છે.
મોબાઈલમાં SAR વેલ્યુ 1.6 વોટ (Watt) / કિલો ગ્રામ સુધી હોવી જોઈએ . જો આ સાર વેલ્યુ 1.6 કરતા વધારે હોય તો તે મોબાઈલ શરીર માટે ખુબ જ હાનિકારક ગણાય છે.
મોબાઈલમાં SAR વેલ્યુ ચેક કેવી રીતે કરવું?
સૌથી પહેલા તો તમારે મોબાઈલનું ડાયલ પેડ ખોલવાનું છે જેમાં તમે કોલ કરવા માટે મોબાઇલ નંબર લખો છો.
હવે તમારે આ કોડ *#07# દાખલ કરવાનો રહેશે અને તમને તમારા મોબાઇલની SAR વેલ્યૂ જોવા મળી જશે.
Mobile Radiationથી બચવાના ઉપાય
જ્યારે પણ તમારે મોબાઈલનો ઉપયોગ ના હોય તો તેવા સમયે મોબાઈલને બંધ કરી દેવો જોઈએ.
જો તમારે કોલ પરની વાત એટલી જરૂરી ના હોય તો તમારે ટેક્સ્ટ મેસેજ અથવા કોઈ પણ મેસેજિંગ એપનો ઉપયોગ કરવો જોઈએ.
મોબાઈલનો ઉપયોગ એવી જગ્યાએ ના કરવો જોઈએ જ્યાં રેડીએશન વધારે હોય જેમ કે નેટવર્ક ટાવર જેવી જગ્યા પાસે.
જો તમે વધારે સમય સુધી ઘરમાં જ રહો છો તો તમે લેન્ડલાઈનનો ઉપયોગ કરી શકો છો.
જો ફોન પર તમે લાંબા સમય માટે વાતચિત કરો છો તો તમે ફોનને લોડસ્પીકર પર રાખો, ઈયરફોનનો ઉપયોગ કરો અથવા બ્લૂટૂથ ડિવાઇસનો પણ ઉપયોગ કરી શકો છો.
જ્યારે તમે કોઈ ગેમ રમો ત્યારે ફોનને એરપ્લેન મોડમાં રાખો, આ નાના બાળકો માટે સુરક્ષિત રહેશે. બાકી ઓનલાઇન ગેમમાં એરોપ્લેન મોડ શક્ય નથી.
જ્યારે રાત્રે તમે સૂઈ જાવો તો તમારા ફોનને તમારાથી દૂર રાખો.
જ્યારે તમે ટ્રેનમાં મુસાફરી કે ડ્રાઇવિંગ કરતાં હોવ તો પણ તમે મોબાઇલ ફોનનો ઉપયોગ ઓછો કરો કારણ કે તમારો ફોન તે વખતે પસાર થતો હોય છે તેને કારણે તે નેટવર્કની શોધખોળમાં હોવાથી તેમાં રેડીએશન ચાલુ હોય છે.
જ્યારે મોબાઇલ ફોનમાં ઇન્ટરનેટ ડેટા ચાલુ હોય તો તમે મોબાઇલ ફોનને જરૂર થોડું દૂર રાખો, થોડું અંતર હોવું જોઈએ.
કામ વગર WiFI, Hotspot કે Bluetooth ચાલુ ન રાખવું જોઈએ, તેને કામ વગર હંમેશા બંધ જ રાખો.
પોતાના બાળકોને મોબાઇલનો ઉપયોગ ઓછો કરવા આપો.
મિત્રો આજની આ પોસ્ટ માનવ શરીરને નુકશાન કરે એવા મોબાઈલ રેડિએશન વિશે હતી. જો તમને આ જાણકારીમાંથી નવું જાણવા મળ્યું હોય તો આ માહિતીને શેયર કરી દેજો જેથી બધા જ લોકો આનાથી બચી શકે.