જો આપ પણ સસ્તુ ઘર, દુકાન અથવા તો એગ્રીકલ્ચર લેંડ ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો આપની પાસે હાલ સારામાં સારો અવસર પંજાબ નેશનલ બેંક આપી રહી છે. 18300 થી પણ વધારે રેસિડેન્શિયલ, કોર્મશિયલ, ઈંડસ્ટ્રીયલ અને એગ્રીકલ્ચર Property સેલ કરી રહી છે. આ તમામ મિલકત મેગા ઈ ઓક્શન અંતર્ગત સેલ થશે. પીએનબી મેગા ઈ ઓક્શન 12 ઓગસ્ટ એટલે કે આજથી શરૂ થઈ રહ્યો છે. જેમાં આપ સસ્તા ઘર માટે બોલી લગાવી શકો છો. આવો અમે જણાવીએ કે આ મિલકત આપ કેવી રીતે ખરીદી શકશો.
આ ઓક્શનમાં બેંક તરફથી રેજિડેંશિયલ, કોમર્શિયલ, ઈંડસ્ટ્રીયલ અને એગ્રીકલ્ચર સહિત તમામ પ્રકારની મિલકત ની હરાજી કરવામાં આવશે.
આપ આપની જરૂરિયાત પ્રમાણે કોઈ પણ Property માટે બોલી લગાવી શકો છો.
PNB Mega E-Auction
પંજાબ નેશનલ બેંકે ટ્વિટર દ્વારા ગ્રાહકોને આ ઈ ઓક્શન માટે જાણકારી આપી છે. બેંકે ટ્વીટમાં લખ્યુ છે કે, પીએનબી આપના માટે લાવ્યું છે સસ્તા દરે મિલકત ખરીદવાનો શાનદાર મોકો. બેંકે એક વીડિયો જાહેર કરીને લોકોને સસ્તા ગર ખરીદવાનો મેસેજ આપ્યો છે.
કેટલી છે Property
Residential Property – 13598
Commercial Property – 3045
Industrial Property- 1558
Agriculture Property – 104
કુલ – 18305
કેવી રીતે કરાવી શકશો રજિસ્ટ્રેશન
Property માટે રજિસ્ટ્રેશન કરાવાનું રહેશે. જે આપ અહીં આપેલી લિંક પર જઈને કરાવી શકશો, તેના માટે આપે https://www.mstcecommerce.com/auctionhome/ibapi/index.jsp પર જઈને આપનું નામ નોંધાવાનું રહેશે. જ્યાં આપને ઓક્શન વિશેની વધુ વિગતો પણ મળી જશે. https://ibapi.in/ આપ આ લિંક પર પણ ચેક કરી શકો છો.
બોલી લગાવનારા લોકોએ પહેલા આ શરતો પૂરી કરવી પડશે-
બિડરે તેના મોબાઇલ નંબર અને ઇમેઇલ-આઈડીનો ઉપયોગ કરીને ઈ-ઓક્શન પ્લેટફોર્મ પર નોંધણી કરાવવી પડશે.
તે પછી બિડર્સ જરૂરી કેવાયસી દસ્તાવેજો અપલોડ કરે છે. તમને જણાવી દઈએ કે KYC દસ્તાવેજ ઈ-ઓક્શન સર્વિસ પ્રોવાઈડર દ્વારા ચકાસવામાં આવશે. આમાં ઓછામાં ઓછા બે કાર્યકારી દિવસ લાગી શકે છે.
આ પછી તમારે ઇ-ઓક્શન પ્લેટફોર્મ પર જનરેટ થયેલા ચલણનો ઉપયોગ કરીને રકમ ટ્રાન્સફર કરવી પડશે. તમે NEFT / ટ્રાન્સફર અથવા ઓનલાઇન / ઓફ-લાઇન ટ્રાન્સફરનો ઉપયોગ કરી શકો છો.
પ્રથમ, બીજા અને ત્રીજા સ્ટેપને પૂર્ણ કર્યા પછી રસ ધરાવતા રજિસ્ટર્ડ બિડર્સ ઈ-ઓક્શન પ્લેટફોર્મ પર ઓનલાઈન બિડ મૂકી શકે છે.
બેંક સમયાંતરે હરાજી કરે છે
આપને જણાવી દઈએ કે મિલકતના માલિકોએ તેમની લોન ચૂકવી નથી. તેઓ કોઈ કારણોસર આપી શક્યા નથી, તે તમામ લોકોની જમીન બેંકો દ્વારા કબજે કરવામાં આવી છે. બેંકો દ્વારા સમયાંતરે આવી મિલકતોની હરાજી કરવામાં આવે છે. આ હરાજીમાં બેંક મિલકત વેચીને તેની બાકી રકમ વસૂલ કરે છે.
તે હરાજી માટે જાહેર કરવામાં આવેલી જાહેર સૂચનામાં ફ્રીહોલ્ડ અથવા લીઝહોલ્ડ, સ્થાન, મિલકતનું માપ સહિત અન્ય માહિતી પણ આપે છે. જો તમે ઈ-ઓક્શન દ્વારા મિલકત ખરીદવા માંગતા હો, તો તમે બેંકમાં જઈને પ્રક્રિયા અને સંબંધિત મિલકત વિશે કોઈપણ પ્રકારની માહિતી મેળવી શકો છો.