આલ્ફાબેટ કંપનીની માલિકીની ગૂગલે Age, જાતિ અને 18 વર્ષથી ઓછી Ageના કિશોરોના હિતોને લક્ષ્ય બનાવતી જાહેરાતો નહી લેવાનો નિર્ણય કર્યો છે એમ કંપનીએ મંગળવારે એક સત્તાવાર અખબારી યાદીમાં કહ્યું હતું.
તે સાથે કંપનીએ કહ્યું હતું કે તે હવેથી 18 વર્ષથી ઓછી Age ના યુઝર્સમાટે તેનું લોકેશન હિસ્ટરીનું ફીચ સમગ્ર વિશ્વ સ્તરે બંધ કરી દેશેત ઉપરાંત કંપનીએ કહ્યું હતું કે હવેથી તે અત્યાર સુધી 18 વર્ષની Age સુધીના યુઝર્સ માટે બ્લોક કરી દેવાયેલી Ageને લગતી કેટલીક સંવેદનશીલ જાહેરાતની કેટેગરીને વિસ્તારશે, અને આ Ageના યુઝર્સ માટે સેફ સર્ચિંગ ફિલ્ટરના ફીચરને કુલ્લુ મૂકી દેશે.
અનેક માતા-પિતાએ કરી અપીલ
વિશ્વના અનેક દેશોમાં માતા-પિતાએ તેઓના સંતાનોના ફોટા ગૂગલમાંથી દૂર કરવાની વિનંતી કરી હતી જેને ધ્યાન ઉપર લેતાં કંપની 18 વર્ષથી ઓછી Ageના યુઝર્સ માટે હવેથી નવી પોલીસી અમલમાં લાવી રહી છેએમ કંપનીએ તેના બ્લોગપોસ્ટમાં કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે વિશ્વના અનેક દેશોમાં ગૂગલની પોલીસી તેના કિશોરવયના ઉપયોગકર્તાઓ માટે કેટલી હદે સલામત છે અને કેટલી હદે નુકસાનકારક છે તે અંગે અનેક સરકારોએ કંપનીની પોલીસી ઉપર ચાંપતી નજર રાખવાનું સરૂ કરી દીધું હતું
કેટલાંક દેશોએ તો આ દિસામાં નવા નવા કાયદા ઘડીને તેનો અમલ પણ શરૂ કરી દીધો છે અને અમે વિશ્વના તમામ દેશોના કાયદાઓનું પાલન કરતા હોઇ અમે નવા નવા સલામત ફીચર ુપરાંત વિશ્વ સ્તરે બાળકો અને કિશોરો ઉપર અંકૂશ મૂકતા કેટલાંક નવા ફીચર વિકસાવવાની દિશામાં વિચારી રહ્યા છીએ એમ કંપનીના બાળકો અને પરિવાર વિભાગના જનરલ મેનેજર મિન્ડી બુ્રક્સે કહ્યું હતું.