અમેરિકામાં મંગળવારે યોજાયેલી એક હરાજીમાં Apple ના સ્થાપક સ્ટિવ જોબ્સ (Steve Jobs) અને સ્ટીવ વોઝનિયાક (Steve Wozniak) દ્વારા બનાવવામાં આવેલું Apple નું પ્રથમ કોમ્પ્યુટર (Apple-। Computer) ચાર લાખ ડોલરમાં વેચાયું છે. 45 વર્ષ જૂના આ કોમ્પ્યુટરને જોબ્સ અને વોઝનિયાકે અન્ય બે લોકોની મદદથી બનાવ્યું હતું. આ કોમ્પ્યુટરની ડિઝાઈન અને ટેસ્ટિંગ પણ બંને દ્વારા જ તૈયાર કરવામાં આવી હતી.
આ કોમ્પ્યુટર “ચેફી કૉલેજ Apple-1” (The Chaffey College Apple-1 computer) તરીકે પણ ઓળખાય છે. કારણ કે આ કોમ્પ્યુટરના મૂળ માલિક ચેફી કૉલેજના એક પ્રોફેસર હતા. તેમણે આ કોમ્યુટર 1977ના વર્ષમાં પોતાના એક સ્ટુડન્ટને વેચી દીધું હતું. પ્રોફેસરે Apple-।। કોમ્પ્યુટર ખરીદવા માટે Apple-। કોમ્પ્યુટર વેચી દીધું હતું. જોકે, આ વિદ્યાર્થીનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. આ માટે વિદ્યાર્થીએ પ્રોફેસરને ફક્ત 650 ડોલર જેટલી કિંમત ચૂકવી હતી.
ઉલ્લેખનીય છે કે એપલ-1 કોમ્પ્યુટરના 60 કોમ્પ્યુટરમાંનું એક છે, જે હજુ પણ હયાત છે. આ 60 કોમ્પ્યુટરમાંથી 20 હાલ ચાલુ સ્થિતિમાં છે. એપલ-1 કોમ્પ્યુટર મધરબોર્ડ અને કેસ સાથે આવતું હતું. કિબોર્ડ અને માઉસ અલગથી ખરીદવા પડતા હતા. આ કોમ્પ્યુટરનું કેસ Koa લાકડામાંથી બનાવવામાં આવતું હતું, જે હુવાઈમાં બનતું હતું. આ રીતે કુલ 200 જેટલા જ કોમ્પ્યુટરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. એક અહેવાલ પ્રમાણે આ કોમ્પ્યુટરમાં MOS ટેક્નોલોજીસ 6502 માઇક્રોપ્રોસેસર અને 8KB રેમ આપવામાં આવી હતી.
એવું કહેવાય છે કે એપલના સ્ટીવ જોબ્સ અને સ્ટીવ વોઝનિયાકે જ્યારે Apple-।। કોમ્પ્યુટર બનાવ્યું ત્યારે તેમણે Apple-।ના માલિકોને ખાસ ડિસ્કાઉન્ટ આપ્યું હતું અને ત્યારે અનેક એપલ-। કોમ્પ્યુટર નષ્ટ કરી દેવામાં આવ્યા હતા.
કેલિફોર્નિયાના પૉલ ટેરેલે 50 જેટલા એપલ-। કોમ્પ્યુટરનો ઓર્ડર આપ્યો હતો. એક કોમ્પ્યુટર માટે તેમણે 500 ડૉલર ચૂકવ્યા હતા. કહેવાય છે કે આ ઓર્ડર પૂર્ણ કરવા માટે સ્ટીવ જોબ્સે પોતાની ફોક્સવેગન કાર અને વોઝનિયાકે પોતાનું HP-65 કેલ્ક્યુલેટર વેચવું પડ્યું હતું.
PM modi birthday: નાનપણમાં Narendra ને ગુસ્સો આવતો ત્યારે શું કરતા હતા ? મોદીની રસપ્રદ વાતો
એપલ કંપની 1970ના દાયકાના અંત ભાગમાં અથવા 1980ના દાયકાની શરૂઆતમાં સફળતાના શીખર સર કરવા લાગી હતી. જોકે, બાદમાં જોબ્સ અને વોઝનિયાક અલગ થઈ ગયા હતા. 1990ના દાયકામાં આ કંપની ફરીથી પાટા પર ચઢી હતી અને જોબ્સ કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ બન્યા હતા. જે બાદમાં તેમણે આઈપોડ અને બાદમાં આઈફોન્સ લૉંચ કર્યાં હતા. 2011ના વર્ષમાં સ્ટીવ જોબ્સનું નિધન થયું હતું. આજે Apple અનેક પ્રોડક્ટ બનાવે છે અને તેની પ્રોડક્ટનો દુનિયામાં ડંકો વાગે છે.