આજના ડીઝીટલ અને સોશ્યલ મીડીયાના યુગમાં જે વ્યક્તિ ઓનલાઈન તેના એકાઉન્ટ અને ડેટા રાખે છે તે જે તે વ્યક્તિના મૃત્યુ બાદ કોનો વારસો તે પ્રશ્નો ઉકેલ મળવા લાગ્યા છે અને Apple કંપનીએ ડીજીટલ વારસા પ્રોગ્રામ ચાલુ કર્યા છે જેનાથી કોઈ વ્યક્તિ તેના ડેટાના ‘વારસદાર’ નકકી કરી શકશે. કોઈ વ્યક્તિ તેના મોબાઈલ કે ઈલેકટ્રોનીક ડિવાઈઝમાં અનેક રહસ્યો પણ તેની પાછળ મુક્તા જાય છે.
જેમાં કિંમતી માહિતી ઉપરાંત ફોટો-વિડીયો ડોકયુમેન્ટ વિ. હોય છે પણ આ ડીજીટલ ડેટાની માહિતી તેના કુટુંબીજનો કે અન્ય કોઈને ભાગ્યે જ હોય છે. પાસવર્ડની માહિતી પણ હોતી નથી જેના કારણે આ ડીજીટલ ડેટા તેમના કુટુંબીજનો કે અન્ય કોઈ મેળવી શકતા નથી પણ Apple એ આ અંગે હવે પહેલ કરી છે. તમો મોબાઈલ કે અન્ય ઈલેકટ્રોનીક ડિવાઈસમાં જે ડેટા સાચવ્યો છે તે વાસ્તવમાં કંપની તેના ‘કલાઈડ’માં રાખતી હોય છે અને તેમાં જયારે આ ડેટા એસેસ કરવા માંગો ત્યારે મળે છે પણ તે માટેના પાસવર્ડ વિ. તમો જ જાણતા હોવ છો.
મૃત્યુ બાદ તમારા Google ડેટાનું શું થાય છે ? શું Third Party ને આ ડેટા આપી શકાય?
Apple એ આ મુશ્કેલી ટાળવા કોઈપણ Apple ફોન- ડિવાઈઝ ધારકને ખાસ નોમીની તરીકે નિમવા પાવર ઓફ એટર્ની આપવાની છૂટ આપી છે. આ પણ તે અલગ અલગ ડેટા માટે અલગ અલગ કુલ પાંચ પાવર ઓફ એટર્ની નિયુક્ત કરી શકશે અને તેની માહિતી કંપનીને આપવાની રહેશે અને જે તે વ્યક્તિની વિદાય બાદ તેની સૂચના મુજબ Apple આ ડેટા તેને સુપ્રત કરી દેશે પણ આ માટે જે તે વ્યક્તિનું મૃત્યુનું પ્રમાણપત્ર આપવાનું રહેશે. પાવર ઓફ એટર્ની અગાઉથી Apple પાસે રજીસ્ટર કરાવવાનો રહે છે. આ પ્રક્રિયા મુજબ કામ થશે. ગુગલ અને ટવીટર પર આ સુવિધા ઉપલબ્ધ છે.