સરકારમાં વયનિવૃત્તિ બાદ કરાર આધારિત Selection માટે પૂર્વ મંજૂરી જરૂરી
હવે મુખ્યમંત્રીની પૂર્વ મંજૂરીથી જ કરાર આધારિત Selection થઈ શકશે.
પૂર્વ મંજૂરી નહી લેવાઇ હોય તો તે તમામ Selection રદ ગણાશે
ગુજરાત સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો છે.
સરકારે વયનિવૃત્તિ બાદ કરાર આધારિત Selection માટે પૂર્વ મંજૂરી ફરજિયાત કરી નાખી છે મહત્વનું છે કે આ આદેશ પહેલા વય નિવૃતિ બાદ ઉચ્ચ અધિકારીઓ સીધી રીતે કરાર આધારિત નિમણૂક આપી શકતા હતા. આથી સગાવાદ અને સાહેબશાહીને પ્રોત્સાહન મળતું હતું. ઘણા એવા પણ લોકો હતા જે વગર કામ રિટાયર્ડ થયા હોવા છતાં અધિકારીઓની ભલમનશાહીને કારણે કરાર આધારિત નોકરી કરતાં હતા પણ હવે સરકારના નિર્ણય પછી આવી રીતે નિમણૂક કરતાં પહેલા સરકારીની મંજૂરી લેવી જરૂરી કરાઇ છે.
કોની મંજૂરી લેવી પડશે?
વર્ગ 1,2,3ની જગ્યા સિવાય કોર્પોરેશન, બોર્ડ, નિગમ સંસ્થાઓમાં આ નિયમ લાગુ પડશે. જો કોઈ આ માટે લાયક કર્મચારી કે અધિકારીની વય નિવૃતિ બાદ કરાર આધારિત કામ પર લેવા હોય તો તે માટે મુખ્યમંત્રીની પૂર્વ મંજૂરીથી જ કરાર આધારિત Selection થઈ શકશે. પહેલાની જેમ ઉચ્ચ અધિકારીઓ સીધી રીતે કરાર આધારિત Selection નહી આપી શકે.
કઈ કઇ પોસ્ટ પર કરાર આધારિત Selection માટે પરમીશન લેવી ફરજિયાત
વર્ગ 1,2,3ની જગ્યાએ પણ કરાર આધારિત Selection માટે મંજૂરી ફરજિયાત
કોર્પોરેશન, બોર્ડ, નિગમ સંસ્થાઓમાં નિયમ લાગુ પડશે
સરકાર હેઠળની સોસાયટીઓમાં નિમય લાગુ પડશે
સરકારી ગ્રાન્ટ લેતી સંસ્થાઓમાં નિયમ લાગુ પડશે
ટેકનિકલ-નોન ટેકનિકલ જગ્યાઓની Selection બાબતે લેવાયો નિર્ણય
ઉપરની તમામ જગ્યાએ કામ કરતાં દરેક કર્મચારીને આ નિયમ લાગુ પડશે
સરકારે આ માટે તમામ વિભાગો અને કચેરીઓમાં પરિપત્ર મોકલી દીધો છે. જેથી હાલમાં પણ કરાર આધારિત કામ કરતાં કર્મચારીએ હવે અધિકારી થ્રુ મુખ્યમંત્રીની પૂર્વ મંજૂરી લેવી પડશે. અને જો પૂર્વ મંજૂરી નહી લેવાઇ હોય તો તે તમામ Selection રદ ગણાશે.
ભારતનું પ્રથમ Electric Small Commercial Vehicle લોન્ચ થયું, એક જ ચાર્જ પર 250 કિમી ચાલશે
સચિવાલયના કોઇપણ વિભાગમાં અથવા ખાતાના વડાની કચેરીમાં અથવા રાજ્ય સરકારના કોઈ પણ બોર્ડ / કોર્પોરેશન માં નિવૃત્તિ બાદ કરાર આધારિત નિમણૂક આપતા પહેલા ઉચ્ચ અધિકારીઓ અને મુખ્યમંત્રી ની પૂર્વ મંજૂરી નહી લેવાઇ હોય તો તે તમામ નિમણૂકો તાત્કાલિક અસરથી રદ બાતલ ગણાશે અને આ સ્થાને નવી નિમણૂક ના થાય ત્યા સુધી – જે તે વિભાગ ખાતા / કચેરીના વડા કે બોર્ડ – કોર્પોરેશનના વહીવટ સંભાળતા મુખ્ય અધિકારીની જવાબદારી નક્કી કરવાની રહેશે.