Facebook તમારા ડેટાથી સૌથી વધારે પૈસા કમાય છે. કારણ કે કંપનીની કમાણીનો મોટાભાગનો હિસ્સો એડમાંથી આવે છે. કંપનીને એડ યુઝર ડેટા અને રીચના આધાર પર મળે છે. મતલબ કે તમારા ડેટા અને તમારા કારણે Facebook પૈસા કમાય છે. તેમ છત્તાં કંપની તમારી પાસેથી પૈસા માંગવાની તૈયારીમાં છે. તેની શરૂઆત Instagram થી થવા જઈ રહી છે. અસલમાં Instagram એક નવા સબસ્ક્રીપ્શન ફીચર પર કામ કરી રહ્યું છે.
આ ફીચર હેઠળ કોન્ટેન્ટ એક્સેસ કરવા માટે યુઝર્સે દર મહિને 89 રૂપિયા આપવા પડશે. કંપનીની દલીલ એ છે કે તેનાથી Instagram ક્રિએટર્સ અને ઈન્ફ્લુએન્સર્સને ફાયદો મળશે. પરંતુ આ દલીલ અડધી સાચી છે. ટેક ક્રંચના એક રિપોર્ટ પ્રમાણે એપલ એપ સ્ટોરની લિસ્ટીંગમાં આ એપ પરચેઝમાં જોવામાં આવી રહ્યું છે. તેના માટે Instagram સબસ્ક્રીપ્શન કેટેગરી પણ તૈયાર કરવામાં આવી છે. અત્યારે અહીં દર મહિને 89 રૂપિયાનો ચાર્જ દેખાડવામાં આવી રહ્યો છે. પરંતુ જ્યારે યુઝર્સ માટે આવશે તો તેમાં બદલાવ પણ કરવામાં આવી શકે તેમ છે.
હજુ સુધી આ ફીચરને ફાઈનલ રોલઆઉટ કરવામાં આવ્યું નથી. ટિપ્સ્ટર એલેસેન્ડ્રો પેલૌઝીએ Instagram સબસ્ક્રીપ્શનને લઈને કેટલીક ટ્વીટ કરી છે. તેણે કહ્યું છે કે Instagram સબસ્ક્રીપ્શન બટનનું ટેસ્ટિંગ કરી રહ્યું છે, જે ક્રિએટર્સની પ્રોફાઈલ પર દેખાશે. જો તમારે તમારી પસંદગીના ક્રિએટર્સનું કોન્ટેન્ટ જોવું છે તો તેના માટે સબસ્ક્રીપ્શન લેવી પડશે. જોકે આ ક્રિએટર્સના તમામ કોન્ટેન્ટ માટે નહીં હોય. કદાચ તેને કંપની લિમિટેડ અને ખાસ કન્ટેન્ટ માટે જ રાખશે. જો તમે 89 રૂપિયા આપીને સબસ્ક્રીપ્શન લીધું છે તો તમને એક બેજ મળશે. જ્યારે પણ તમે કોમેન્ટ કરશો અથવા મેસેજ કરશો તો આ બેજ તમારા યુઝરનેમની સામે દેખાશે. તેવામાં એ ક્રિએટર સમજી શકશે કે તમે પૈસા આપ્યા છે.
કહેવામાં આવી રહ્યું છે કે કોન્ટેન્ટ ક્રિએટર્સને પણ ઓપ્શન મળશે કે તેઓ પોતાનો સબસ્ક્રીપ્શન ચાર્જ નકકી કરી શકશે. ક્રિએટર્સને એ દેખાડવામાં આવશે કે તેમને કેટલી કમાણી થઈ રહી છે અને ક્યારે મેમ્બરશીર ખતમ થઈ રહી છે. હવે એ જોવાનું દિલચસ્પ રહેશે કે તેમાંથી કંપની પોતાના માટે કેટલા પૈસા કાપે છે.
Facebook સર્વર ડાઉન થયા બાદ Mark Zuckerbergને મોટું નુકસાન, માત્ર 7 કલાકમાં ગુમાવ્યા 600 કરોડ ડૉલર
કારણ કે સામાન્ય રીતે જોવામાં આવ્યું છે કે Instagram અથવા કોઈ પણ બીજા પ્લેટફોર્મ પર મોનેટાઈઝેશન દરમિયાન કેટલાંક પૈસા કંપનીઓ કાપી લે છે. મતલબ માઈક્રો બ્લોગિંગ વેબસાઈટ Twitter એ પણ Twitter Blue અને Super Follow ફીચરની શરૂઆત કરી છે. તે હેઠળ યુઝર્સને કોઈ અકાઉન્ટના ખાસ કોન્ટેન્ટ એક્સસ કરવા માટે સબસ્ક્રીપ્શન લેવું પડશે.