Petrol અને Dieselના ભાવ ઘટાડવ માટે કેન્દ્ર સરકારે એક્સાઇઝ ડયુટીમાં ઘટાડો કર્યો છે. આ દરમિયાન કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે પ્રધાન ગડકરીએ જણાવ્યું છે કે જો Petrol અને Dieselને જીએસટીના દાયરામાં લાવવામાં આવે તો તેના ભાવ ઘટી શકે છે.
કેન્દ્રીય પ્રધાનના જણાવ્યા મુજબ Petrol અને Diesel પર જીએસટી લાગુ કરવાથી બંનેના ભાવ તો ઘટશે જ સાથે સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારોની આવકમાં પણ વધારો થશે.
એક વર્ચ્યુઅલ કાર્યક્રમને સંબોધતા ગડકરીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારોનું સમર્થન મળ્યા પછી કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સિતારમન Petrol અને Dieselને જીએસટીમાં લાવવાના પર્યત્નો ચોક્કસ કરશે.
જીએસટીના દાયરામાં લાવવાથી ટેક્સ ઘટી જશે
તેમણે જણાવ્યું હતું કે જીએસટી પરિષદમાં રાજ્ય સરકારોના નાણા પ્રધાન પણ સભ્ય હોય છે. કેટલાક રાજ્યો Petrol અને Dieselને જીએસટીમાં લાવવાનો વિરોધ કરી રહ્યાં છે. Petrol અને Dieselને જીએસટીના દાયરામાં લાવવામાં આવશે તો તેના પર ટેક્સ ઘટી જશે અને કેન્દ્ર અને રાજ્યોની આવકમાં વધારો થશે.
ઉલ્લેખનીય છે કે જીએસટી કાઉન્સિલે ૧૭ સપ્ટેમ્બરની બેઠકમાં પેટ્રાલ અને Dieselને જીએસટીના દાયરામાંથી બહાર રાખવાનો નિર્ણય લીધો હતો. કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને Diesel પર એક્સાઇઝ ડયુટીમાં અનુક્રમે પાંચ અને દસ રૂપિયાના ઘટાડા અંગે પૂછવામાં આવેલા પ્રશ્રના જવાબમાં ગડકરીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે સામાન્ય માનવીને રાહત આપવા માટે સારું પગલું ભર્યુ છે.
રાજ્ય પણ વેટમાં કરે ઘટાડો
તેમણે વધુમાં જણાવ્યું હતું કે જે રીતે કેન્દ્ર સરકારે સામાન્ય માનવીને રાહત આપવા માટે એક્સાઇઝ ડયુટીમાં ઘટાડો કર્યો છે તેમ અમને આશા છે કે રાજ્ય સરકારો પણ વેટમાં ઘટાડો કરશે. જેના કારણે સામાન્ય માનવીને વધુ રાહત મળશે.
ઘટી શકે છે Petrol-Diesel ના ભાવ, પ્રેશર આવતા સરકારે હાથમાં લીધું આ કામ – સૂત્રો
કેન્દ્ર સરકારે Petrol પરની એક્સાઇઝ ડયુટીમાં પાંચ રૂપિયાનો ઘટાડો કરતા હવે Petrol પરની એક્સાઇઝ ડયુટી ઘટીને લિટર દીઠ ૨૭.૯૦ રૂપિયા થઇ ગઇ છે. જ્યારે Diesel પરની એક્સાઇઝ ડયુટીમાં દસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવતા તેની એક્સાઇઝ ડયુટી ઘટીને લિટર દીઠ ૨૧.૮૦ રૂપિયા થઇ ગઇ છે. દીલ્હીમાં એક લિટર પેટ્રોલ પર ૨૩.૯૯ રૂપિયા વેટ અને Diesel પર ૧૨.૬૮ રૂપિયા વેટ વસુલ કરવામાં આવે છે.