Whatsapp પર છેલ્લા કેટલાય દિવસોથી એક મેસેજ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં લોકોને ભારતીય સેના (Army) માટે રોજ માત્ર એક રૂપિયો ડોનેશન આપવા માટે કહેવામાં આવ્યું છે. જેથી તેનો ઉપયોગ યુદ્ધમાં ઘાયલ જવાનો અને શહીદોના પરિવારો માટે કરી શકાય. જોકે, ફેક ન્યૂઝના આ સમયમાં ઘણા લોકો આ મેસેજને ફેક ગણી રહ્યા છે.
વ્હોટ્સએપ પર વાયરલ થઇ રહ્યો છે મેસેજ
‘મોદી સરકારે ભારતીય સેના (Army) આધુનિકતા અને સેના (Army)ના જવાનો જે યુદ્ધમાં ઘાયલ થયા હોય કે શહીદ થયા હોય તેમના માટે અનેક નવી યોજનાઓ સારી કરી છે. સરકારે એક બેન્ક એકાઉન્ટ ખોલ્યું છે. જેમાં દરેક ભારતીય પોતાની ઈચ્છા મુજબ ગમે તેટલું દાન આપી શકે છે. જે 1 રૂપિયાથી શરૂ કરીને તમારી ઈચ્છા મુજબ હોઈ શકે છે. આ રૂપિયાનો ઉપયોગ સેના (Army) અને અર્ધસૈનિક દળો માટે હથિયારો ખરીદવા માટે કરવામાં આવશે. લોકોની સલાહથી મોદી સરકારે આખરે નિર્ણય લઈને દિલ્હી, સિન્ડિકેટ બેંકમાં આર્મી વેલ્ફેર ફંડ બેટલ કેઝયુલીટી ફંડ એકાઉન્ટ ખોલ્યું છે.
ભારતની 130 કરોડની જનતા માંથી જો 70% લોકો પણ માત્ર એક રૂપિયો ફંડ રોજ નાખે તો તે એક રૂપિયો એક જ દિવસમાં 100 કરોડ થઇ જાય. 30 દિવસમાં 3000 કરોડ, અને એક વર્ષમાં 36000 કરોડ થઇ જાય. 36000 કરોડ તો પાકિસ્તાનનું વાર્ષિક બજેટ પણ નથી.
આપણે રોજન 100 થી 1000 રૂપિયા ફાલતુ કામમાં ખર્ચ કરી દેતા હોય છે પરંતુ જો આપણે એક રૂપિયો સેના (Army) માટે આપીયે તો ખરેખર ભારત એક સુપર પાવર બની શકે. તમારો એક રૂપિયો સીધો રક્ષા મંત્રાલયના સેના (Army) સહાયતા અને વોર કેઝયુલીટી ફંડમાં જમા થશે.
આ અભિયાનમાં સીધી રીતે જોડાવા માટે સેના (Army)ની મદદ કરો.
બેંકના ખાતાની વિગતો
BANK: SYNDICATE BANK
A/C NAME: ARMY WELFARE FUND BATTLE CASUALTIES
A/C NO: 90552010165915
IFSC CODE: SYNB0009055
SOUTH EXTENSION BRANCH, NEW DELHI
આ મેસેજ જેટલો શેર કરી શકો કરો!
શું છે સત્ય
વર્ષ 2016માં હિમ સ્ખલનને કારણે ભારતીય જવાનોના જીવ ગુમાવ્યા બાદ ભારતીય સેના (Army)એ સિન્ડિકેટ બેંકમાં એક એકાઉન્ટ ખોલાવ્યું હતું.
ભારતીય સેના (Army)ના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર તે સમયે સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું હતું. અને એક ટ્વીટ કરવામાં આવ્યું હતું.
આ સ્પષ્ટિકરણ મુજબ, ભારતીય સેના (Army)ના આર્મી વેલ્ફેર બૈટલ કેઝયુલીટી નામનું બેન્ક એકાઉન્ટ ખોલવામાં આવ્યું છે જેમાં યુદ્ધમાં ઘાયલ અને શહીદોના પરિવારો માટે ડોનેશન આપવામાં આવી શકે છે. તેમાં એમ પણ જણાવવામાં આવ્યું કે એકાઉન્ટમાં આવેલ ફંડ દ્વારા યુદ્ધમાં શહીદોની વિધવાઓ, તેમના પરિવારોને આર્થિક સહાયતા આપવામાં આવશે.
સિન્ડિકેટ બેંકે પણ આ ફંડને લઈને સ્પષ્ટીકરણ કર્યું હતું જે મુજબ સિન્ડિકેટ બેન્ક સાઉથ દિલ્હી બ્રાન્ચ નવી દિલ્હીમાં આર્મી વેલ્ફેર દંડ બેટલ કેઝયુલીટીનામે એકાઉન્ટ ખોલવામાં આવ્યું છે, જેનો નંબર 90552010165915 છે ને IFSC કોડ SYNB0009055 છે. તેમાં જમા થનાર ફંડ દ્વારા યુદ્ધમાં શહીદોની વિધવાઓ, તેમના પરિવારોને આર્થિક સહાયતા આપવામાં આવશે.
જોકે વાયરલ મેસેજમાં એમ પણ દાવો કરવામાં આવ્યા છે કે આ પૈસાથી સેના (Army) માટે હથિયાર પણ ખરીદવામાં આવશે. જોકે આ દાવો સિદ્ધ થઇ શક્યો નથી.
તારણ:
ભારતીય સેના (Army)ના શહીદોના પરિવારોને આર્થિક મદદ કરવા માટે અલગથી એકાઉન્ટ ખોલવામાં આવ્યું છે તે દાવો સાચો છે.