તબીબી વિશ્વમાં ઘણા વિચિત્ર કેસો જોવા અને સાંભળવામાં આવે છે. આ કિસ્સાઓને જાણ્યા પછી, ઘણી વખત માનવું પણ મુશ્કેલ લાગતું હોય છે. જો તમને ખબર પડે કે એક દિવસની બાળકી ગર્ભવતી છે? તમે વિચારો છો કે શું આ શક્ય છે? પરંતુ જુલાઇની શરૂઆતમાં ઇઝરાઇલમાં આવી એક ઘટના સામે આવી છે. અહીં ડોકટરોની ટીમે આશ્ચર્ય વ્યક્ત કર્યું જ્યારે તેમણે જોયું કે એક દિવસની નવજાત બાળકીના પેટમાં બીજું બાળક (Child)ઉછરી રહ્યું છે. આ ખૂબ એક્સ્ટ્રીમ પરિસ્થિતિઓમાં થતું હોય છે. સમગ્ર વિશ્વમાં 5 લાખ જન્મ કેસોમાં આવો એક કેસ સામે આવે છે.
છોકરીની માતાના ગર્ભાશય ટ્વિન્સ હતા
મળતી માહિતી મુજબ, આ મહિનાની શરૂઆતમાં ઇઝરાઇલના આસુતા મેડિકલ સેન્ટરમાં બાળકીનો જન્મ થયો હતો.
આ પછી ડોકટરોને જાણવા મળ્યું કે બાળકીનું પેટ એકદમ વિચિત્ર છે. જેના કારણે તેમણે બાળકીનો એક્સ-રે કરાવવાનું નક્કી કર્યું. એક્સ-રે રિપોર્ટમાં જાણવા મળ્યું કે બાળકના પેટમાં બીજું બાળક (Child)ઉછરી રહ્યું છે. આ પછી ટીમને આશ્ચર્ય થયું. ખરેખર, છોકરીની માતાના ગર્ભાશય ટ્વિન્સ હતા પરંતુ એમાંથી એક ટ્વિન પોતાની બહેનના પેટમાં ઉછરવા લાગ્યો.
યુવતીના પેટમાં એક નાનો ભ્રૂણ હતો
ટાઇમ્સ ઓફ ઇઝરાઇલના અહેવાલ મુજબ આ બાળકી (Child)નો જન્મ સામાન્ય ડિલિવરીથી થયો હતો. જ્યારે તે માતાના પેટમાંથી બહાર આવી ત્યારે ડોકટરોને તેના પેટની અંદર કંઇક હોવાનો અહેસાસ થયો હતો. અલ્ટ્રાસાઉન્ડ અને એક્સ-રેમાં બીજા બાળક (Child)ની પુષ્ટિ થઈ. આ પછી તબીબી ટીમ તરત જ સક્રિય થઈ ગઈ. તપાસમાં દેખાયું કે યુવતીના પેટમાં એક નાનો ભ્રૂણ હતો. તેને શસ્ત્રક્રિયા દ્વારા તરત જ બાળક (Child)ના પેટમાંથી બહાર કાઢી લેવામાં આવ્યો હતો.
હૃદય અને હાડકાં બની ગયા હતા
જો કે, ડોકટરો કહેવાનું છે કે હજી પણ એવી શક્યતાઓ છે કે બાળક (Child)ના પેટમાં કેટલાક વધુ ભ્રૂણ હોઈ શકે છે. એના કારણે હજુ પણ બાળકીને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવી છે. બાળકીના પેટમાંથી જે ભ્રૂણ નિકાળવામાં આવ્યો હોય એમાં હૃદય અને હાડકાં બની ગયા હતા. હવે સર્જરી પછી બાળકીને રિકવર થઈ રહી છે. 27 જુલાઈના રોજ ડોક્ટરોએ કેસ ડિસ્ક્લોઝ કર્યો. આ તમામ ઘટના જાણીને બધા જ ચોંકી ગયા છે. તબીબી શબ્દોમાં તેને પૈરાસિટિક ટ્વિન કહેવામાં આવે છે. એમાં એક ટ્વિન પોતાની બીજા ટ્વિનની બોડી પર ડિપેન્ડ થઈ જાઈ છે. એના કારણે તે જોડિયા લાગે છે. અને એકબીજા દ્વારા વિકસિત થાય છે. પરંતુ ક્યારેક આ પૈરાસિટિક ટ્વિન મરી જાય છે અને પછી ટ્યુમરમાં બદલાઈ જાય છે.