સુરતના Diamond બુર્સને લઈને નિર્ણય
15 માળના 9 ટાવરમાં 13મો માળ નહીં રાખવા નિર્ણય
Diamond ઉદ્યોગકારો 13ના આંકડાને અપશુકનિયાળ ગણે છે
સુરત Diamond બુર્સ વિશ્વનું સૌથી મોટું ટ્રેડિંગ માર્કેટ બનવા જઈ રહ્યુ છે ત્યારે Diamond બુર્સને લઈને નિર્ણય મહત્વના સમાચાર સામે આવ્યા છે. Diamond બુર્સમાં 15 માળના 9 ટાવરમાં 4,500 જેટલી ઓફિસનું નિર્માણ થઈ રહ્યું છે જેમાં 13મો માળ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
15 માળના 9 ટાવરમાં 13મો માળ નહીં રાખવા નિર્ણય
Diamond ઉદ્યોગકારો 13મો નંબર અપશુકનિયાળ હોવાનું મનાતા 13 માળ નહીં રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મહત્વનું છે કે 15 માળના 9 ટાવરમાં 66 લાખ સ્ક્વેર ફૂટનું બાંધકામ થયું છે મહત્વનું છે કે Diamond બુર્સ બની જશે પછી તેમાં રોજના દોઢ લાખથી વધારે લોકો મુલાકાત લેશે તેવો મનાઈ રહ્યું છે બુર્સના મેઈન્ટેન્સ માટે 2000 લોકોથી વધારેનો સ્ટાફ એપોઈન્ટ કરાશે.
Diamond ઉદ્યોગકારો 13ના આંકડાને અપશુકનિયાળ ગણે છે
સુરત Diamond નું હબ માનવામાં આવે છે તેમજ સુરતમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટર છે અને મુંબઈમાં તેનું ટ્રેડિંગ હબ છે.સુરતમાં ખજોદ ડ્રિમ સિટી ખાતે બની રહેલા ડાયમંડ બુર્સ પ્રોજેક્ટમાં 12માં માળ પછી સીધો 14 નંબરનો માળ હશે. એટલે કે, 13મા માળને 14મો માળ ગણવામાં આવશે.
સુરમાં વિશ્વનું સૌથી મોટું ટ્રેડિંગ માર્કેટ
અહીં વિશ્વનું સૌથી મોટું ટ્રેડિંગ માર્કેટ બનતા મુંબઈ અને વિદેશના વેપારીઓએ અહીં બુકિંગ કરાવ્યું જેના કારણે હવે એક જ જગ્યાએ રફ ડાયમંડનું ટ્રેડિંગ અને પોલિશ્ડ ડાયમંડનું ટ્રેડિંગ થશે. વિશ્વના ખૂણે ખૂણાથી જ્યારે બાયર્સ અહીં આવશે, ત્યારે જે MSME સાથે જોડાયેલા જે લોકો મુંબઈમાં ઓફિસ ખરીદી શકતા નહોતા, તેમણે ઓછા ભાવે અહીં ઓફિસો બુકિંગ કરાવી છે. ડાયરેક્ટ વિદેશી બાયર્સ સાથે કનેક્ટિવિટી મળશે. જેના કારણે સીધો લાભ વેપારીને થશે.
દેશ અને વિદેશના વેપારીઓ મળીને આ પ્રોજેક્ટ આકાર
દેશ અને વિદેશના 4,000થી વધુ વેપારીઓ મળીને Diamond બુર્સ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા છે આ પ્રોજેક્ટ પૂર્ણ થવાના આરે છે. જેની ઉપર વિશ્વના તમામ ડાયમંડ કિંગની નજર છે. મુંબઈના ભારત ડાયમંડ બુર્સ કરતાં ચારગણી મોટી ઓફિસો સુરત ડાયમંડ બુર્સમાં તૈયાર થઈ રહી છે, જ્યાં વિશ્વના 175 દેશો ખરીદી કરવા માટે આવશે. સૌથી અગત્યની વાત છે કે આ પ્રોજેક્ટ અંતરરાષ્ટ્રીય ગ્રીન બિલ્ડિંગના માપદંડ હેઠળ તૈયાર થઈ રહ્યો છે. સોલાર પાવરથી લઇને તમામ પર્યાવરણલક્ષી વસ્તુઓ પ્રોજેક્ટમાં જોવા મળશે.