વાસદ- બગોદરા હાઈવે પર ટુ અને ફોર વ્હિલર પેસેન્જર વાહનો પાસેથી Toll Tax નહી લેવાય
વાસદ- તારાપુર- બગોદરા હાઈવે ઉપર ટુ અને ફોર વ્હિલર પેસેન્જર વાહનો પાસેથી Toll Tax લેવામાં આવશે નહી. આ હાઈવેના રૂબરૂ નિરીક્ષણ દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરતા લાખો વાહન ચાલકો, સ્થાનિક નાગરીકોને ફાયદો થશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતા મધ્ય ગુજરાતના આ હાઈવે ઉપર માત્ર માલવાહક ટ્રકો, ટેન્કર, ટ્રેલર, કન્ટેનર અને બસ જેવા મોટા વાહનો પાસેથી જ Toll Tax વસૂલાશે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વાસદથી બગોદરા વચ્ચે તૈયાર થઈ રહેલા સિક્સ લેઇન Road ના તારાપુરથી વાસદ સેક્શનની કામગીરીનું નિરીક્ષણ કર્યા બાદ જણાવ્યુ કે, 48 કિલોમીટરના આ પેકેજનું 95 ટકા કામ થયુ છે.
એકાદ મહિનામાં પૂર્ણ થઈ જશે. દેશમાં નમૂનેદાર બની રહેનારા આ Road ના લોકાપર્ણ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં આવશે.
101 કિ.મી.ના 6 લેઈન હાઈવેમાં ૨૧ કિ.મી.ના ફ્લાય ઓવર ધરાવતો દેશનો પહેલો Road
બગોદરાથી વટામણના 53ના બીજા પેકેજ સહિત વાસદ- બગોદરા હાઈવે 101 કિ.મી.નો તૈયાર થશે. આ આખાય Road ઉપર અંદાજે 21 કિલોમીટરના ફ્લાઈ ઓવર બાંધવામા આવ્યા છે. એક રીતે દેશમાં આ સર્વપ્રથમ હાઈવે છે કે જ્યાં ક્રોસરોડને અવરોધ્યા વગર સડસડાટ ટ્રાફિક ચાલે તેના માટે 20 ટકા ફ્લાઈ ઓવર છે. એટલુ જ નહી, દરેક જંકશને, ઓવરબ્રિજ મળીને લગભગ અડધા Road પર સ્ટ્રીટ લાઈટની વ્યવસ્થા થઈ છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ- મધ્ય ગુજરાતને જોડતા અત્યંત મહત્વના આ હાઈવે ઉપર બાપ્સ, જૈન સંપ્રદાયના અનેક તીર્થો આવ્યા છે.