ક્રૂઝ પાર્ટી ડ્રગ કેસમાં જોનલ ડાયરેક્ટર Samir Vankhede મુશ્કેલીમાં
એનસીબી લાંચના આરોપમાં Samir Vankhede વિરુદ્ધ વિજિલન્સ તપાસ શરૂ કરશે
Samir Vankhedeની સામે સતર્કતા તપાસનો આદેશ આપ્યો
Samir Vankhede પર 8 કરોડ રૂપિયા વસુલ કરવાનો આરોપ
એનસીબીના ડીજી જ્ઞાનેશ્વર સિંહ મુજબ, નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરોના પ્રાદેશિક નિયામક Samir Vankhedeની સામે સતર્કતા તપાસનો આદેશ આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે, આર્યન ખાન કેસમાં સાક્ષી પ્રભાકર સાઈલે એનસીબીના જોનલ ડાયરેક્ટર Samir Vankhede પર 8 કરોડ રૂપિયા વસુલ કરવાનો આરોપ લગાવ્યો છે. Samir Vankhede પર લગાવવામાં આવેલા લાંચના આરોપ પર એનસીબી ડીડીજી જ્ઞાનેશ્વર સિંહે કહ્યું, ડીડીજી એસડબ્લ્યુઆર પરથી એક રિપોર્ટ અમારા ડીજીને મળ્યો હતો. તેમણે વિજીલન્સ સેક્શનને એક તપાસ માટે પસંદ કરી છે. મુખ્ય સતર્કતા અધિકારી યોગ્ય રૂપથી તપાસ કરશે. તપાસ હજી શરૂ થઇ છે, કોઈ પણ અધિકારી પર ટીપ્પણી કરવાનો અધિકાર નથી.
કોર્ટમાં બે સોગંદનામાં કરાયા દાખલ
આ દરમ્યાન કોર્ટમાં આ કેસ સાથે સંબંધિત બે સોગંદનામા દાખલ કરવામાં આવ્યાં છે. એક સોગંદનામુ એનસીબી તરફથી જ્યારે બીજુ વાનખેડે તરફથી દાખલ કરવામાં આવ્યું છે. એનસીબી દ્વારા એનડીપીએસ કોર્ટમાં દાખલ કરાયેલા જવાબી સોગંદનામામાં એજન્સીએ કહ્યું કે સાક્ષી ફરી ગયો છે. સ્પેશિયલ એનડીપીએસ કોર્ટ સમક્ષ હાજર થયેલા એનસીબીના અધિકારી Samir Vankhedeએ જજને કહ્યું કે, તેમને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે અને તેઓ તપાસ માટે તૈયાર છે. Samir Vankhedeએ પોતાના સોગંદનામામાં કોર્ટમાંથી તેમને ધમકી આપવાનો અને તપાસમાં અવરોધ ઉભી કરવાના પ્રયાસની તપાસ કરવાનો અનુરોધ કર્યો છે. જ્યારે એનસીબી તરફથી દાખલ કરાયેલા સોગંદનામામાં સાક્ષી ફરી ગયો અને તપાસમાં છેડછાડ કરવા માટે કેટલાંક લોકો દ્વારા પ્રયાસ કરતા હોવાની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ડ્રગ કેસમાં નવો વળાંક
મહત્વનું છે કે, મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં રવિવારે પ્રભાકર સેલ નામના એક સ્વતંત્ર સાક્ષીના આરોપ બાદ કેસમાં નવો વળાંક આવ્યો છે. સ્વતંત્ર સાક્ષી પ્રભાકર સાઈલે દાવો કર્યો કે આર્યનને ત્રણ ઓક્ટોબરે એનસીબી કાર્યાલય લાવ્યાં બાદ આર્યને ગોસાવીને ફોન કરી ડિસૂઝા નામની એક વ્યક્તિને 25 કરોડ રૂપિયાની માંગ અને આખો મામલો 18 કરોડમાં નક્કી કરવાની વાત કરતા સાંભળ્યો હતો. કારણકે તેમણે આઠ કરોડ રૂપિયા Samir Vankhede ને આપવાના હતા. સાઈલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે એનસીબી અધિકારીઓએ તેમને 9 થી 10 કાગળ પર સહી કરવા માટે કહ્યું હતુ. જોકે, એનસીબીના અધિકારીઓએ આરોપોને ફગાવીને આ વાતને પાયાવિહોણી ગણાવી છે.
સમગ્ર ગુજરાત નો વહીવટ કરતું સચિવાલય કઈ રીતે કામ કરે છે? કેટલા વિભાગો હોય છે, જાણો
શું છે સમગ્ર કેસ?
એનસીબીના જોનલ નિર્દેશક Samir Vankhedeના નેતૃત્વમાં આ મહિનાની શરૂઆતમાં એજન્સીએ ક્રૂઝ શિપ પર નશાનો ભાંડાફોડ કર્યો હતો અને ત્યારબાદ આખા કેસમાં ત્રણ ઓક્ટોબરે આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. અત્યારે આર્યન મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે. આર્યન ખાનની જામીન અરજી પર બોમ્બે હાઈકોર્ટમાં સંભવત: 26 ઓક્ટોબરે સુનાવણી થશે.