સરકાર રાત્રિ કરફયુ હટાવવાનું પણ વિચારશે, તહેવારોની ભીડની સંભવિત અસર પર આધારઃ હાલ Corona નિયંત્રણમાં
રાજયમાં છેલ્લા દોઢ વર્ષથી Coronaના કારણે મૂકવામાં આવેલા નિયંત્રણોમાંથી ક્રમશઃ છૂટકારો મળે તેવા એંધાણ છે. રસીકરણની સારી અસર જોવા મળી રહી છે. દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે. તહેવારોની ઉજવણી પછી Corona ના કેસ વધે નહિ તો સરકાર માસ્ક જેવા નિયમો યથાવત રાખશે પણ રાત્રિ કરફયુ જેવા નિયંત્રણોમાં મહદઅંશે અથવા સંપૂર્ણ છૂટછાટ આપવા વિચારશે તેમ આધારભૂત વર્તુળો જણાવે છે.
હાલ લગ્ન પ્રસંગોમાં ૪૦૦ માણસો સુધી એકત્ર કરવાની છૂટ છે. માસ્ક ન પહેરનારને રૂ. પ૦૦ દંડનો નિયમ અમલમાં છે. રાજકોટ સહિતના ૮ મોટા શહેરોમાં દુકાનો રાત્રે ૧૦ વાગ્યા સુધી ખૂલ્લી રાખવાની છૂટ છે. આ શહેરોમાં રાત્રે ૧ર થી સવારે ૬ વાગ્યા સુધી કર્ફયુ છે. હાલ દરરોજ સરેરાશ Coronaના માત્ર ૧પ થી ર૦ કેસ આવે છે. એકંદરે Corona નિયંત્રણમાં છે. ધો. ૬ થી ઉપરના ધોરણમાં વર્ગ શિક્ષણ ચાલુ છે. સરકારી આંકડા મુજબ રાજયમાં અત્યારે માત્ર ૧૬૪ એક્ટીવ કેસ છે.
જનસુવિધા કેન્દ્રો પરથી Driving License ઈશ્યૂ કરવા તજવીજ, આરટીઓ કચેરી કે આઇટીઆઇ કચેરીમાં જવાથી મુકિત
નવરાત્રિમાં ઘણી છૂટ આપેલ પણ સદ્નસીબે Corona ના કેસમાં કોઇ નોંધપાત્ર ઉછાળો નથી. Coronaના કારણે છૂટા – છવાયા મૃત્યુ થઇ રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી Corona ના કારણે એક પણ મૃત્યુ નોંધાયુ નથી. હવે દિવાળીના તહેવારો પછી શું અસર આવે છે ? તેના પર સરકારની નજરે છે. જો Corona ની સ્થિતિ છે એનાથી બગડે નહિ તો સરકાર ધો. ૧ થી પ નું વર્ગ શિક્ષણ શરૂ કરવા ઉપરાંત કરફર્યુ અને ધંધા રોજગારના સમયમાં તેમજ પ્રસંગોમાં આમંત્રિતોની સંખ્યામાં ધરખમ અથવા સંપૂર્ણ છૂટછાટ આપવા માંગે છે તેમ સરકારી સુત્રો જણાવે છે.