ભારત ની અત્યાર ની પરિસ્થિતિ અને વધતા જતા કોરોનાના સંક્રમણને લઈને ઓસ્ટ્રેલીયન અખબારોમાં છપાયેલા રિપોર્ટના બચાવમાં ભારતીય હાઈકમીશન આવ્યુ છે. ભારતીય હાઈકમીશને અખબારોના આ રિપોર્ટને આધારહીન, દુર્ભાવનાપૂર્ણ અને નિંદનીય ગણાવ્યુ છે.
ઓસ્ટ્રેલિયાના એક અખબારમાં સોમવારે લેખ છપાયો હતો. જેનુ ભવ્ય ટાઈટલ હતુ. “મોદીએ ભારતને લોકડાઉનમાંથી બહાર કાઢીને સર્વનાશ તરફ ધકેલી દીધા”, આ લેખમાં ચૂંટણી રેલીઓ અને કુંભ મેળાને ભારતમાં કોરોના સંક્રમણ ફેલાવવા પાછળ જવાબ ઠેરવ્યો છે. એમા એમ પણ દર્શાવામા આવ્યું છે કે પ્રધાનમંત્રી મોદી એક્સપર્ટની સલાહને નજરઅંદાજ કરી રહ્યા છે.
ભારતીય હાઈકમીશનએ કોરોના મહામારી સામે લડવા માટે ભારત સરકારે કેવા કામ કર્યા તે અખબારના એડિટર ઈન ચીફ ક્રિસ્ટોફર ડોરેને ચિઠ્ઠી લખીને જણાવ્યુ .
ભારતીય હાઈકમીશનએ પત્રમાં જણાવ્યું છે કે, કોરોના સામે લડવા માટે ભારતે ગત વર્ષે માર્ચ મહિનાથી લઈને લોકડાઉન તથા વેક્સિન અભિયાન સુધીના કામો કરેલ છે.
અને પત્રમાં એ પણ જણાવ્યું કે અમારા સમય પર નિર્ણય લેવાના કારણે સેંકડો જિંદગી બચી છે. તેના પર આખી દુનિયા એ વખાણ પણ કર્યા છે. પત્રમાં ભારત સરકારની વેક્સિન ડિપ્લોમેસી પર પણ વાત કરવામાં આવી છે અને દાવો કરવામાં આવ્યો છે કે, તેનાથી દુનિયાભરમાં લાખો લોકોના જીવ બચ્યા છે. ભારતીય હાઈકમિશને મોદીની રેલી અને કુંભ મેળાને તેના માટે જવાબદાર ઠેરવાની નિંદા કરી છે.