કોરોના સંક્રમણની વધતી સ્પીડથી દેશની હોસ્પિટલોમાં બેડ, ઓક્સિજન અને દવાઓની અછતના સમાચાર, દેશના અનેક અમીર લોકોએ વિદેશ જવાનું શરૂ કરી દીધું છે.
દિલ્લીની એક પ્રાઈવેટ જેટ ફર્મ ક્લબ વન એરના સીઈઓ રાજન મેહરા છે.
બ્લૂમબર્ગના રિપોર્ટ પ્રમાણે UlTRA RICH જ નથી, જે લોકો પ્રાઈવેટ જેટના પૈસા ચૂકવી શકે છે તે પણ ટિકિટ બુક કરાવી રહ્યા છે.
બોલીવુડના અનેક સિતારા માલદીવમાં:
કોરોના વાયરસના વધતા પ્રકોપની વચ્ચે અનેક બોલીવુડ સિતારાઓ પણ માલદીવમાં પહોંચી ચૂક્યા છે.
વિદેશ માં જતા લોકો ના લીધે બ્રિટેન, કેનેડા, સયુંક્ત આરબ અમીરાત અને હોંગકોંગ જેવા દેશો એ પ્રતિબંધ મુક્યો છે અને હજુ પણ ઘણા દેશો આ જાહેરાત કરી શકે એમ છે.
રાજન મેહરા આ પહેલાં ભારતમાં કતાર એરવેઝના પ્રમુખ પણ રહી ચૂક્યા છે.
માલદિવે ભારતીયો ના ફરવા પર પ્રતિબંધ મુક્યો છે, અમુક રિસોર્ટ ને બાદ કરતા, તેથી આવા રિસોર્ટ માં ઘણા લોકો જવા લાગ્યા છે. રાજન મહેરા જણાવે છે કે દુબઈ અને લંડનમાં પણ પ્રતિબંધોની જાહેરાત થતાં પહેલાં મોટી સંખ્યામાં લોકો ત્યાં પહોંચતા જોવા મળ્યા.
રાજન મેહરા એ કીધું કે દિલ્લી થી દુબઇ ની ટિકિટ એક બાજુ ની ટિકિટ 15 લાખ રૂપિયા છે, તેમાં બધા ટેક્સ નો સમાવેશ થઇ જાય છે છતાં પણ પ્રાઈવેટ જેટ વાળા લોકો રીટર્ન આવવાની ટિકિટ ના ચાર્જ પણ લઇ લે છે.