અમેરિકા માં હવે કોરોના ની મહામારી નો અંત આવી ગયો છે અને ત્યાંની સ્થિતિ સામાન્ય થવા લાગી છે. અમેરિકા હવે સંપૂર્ણ વેકસીનેટેડ થઇ ગયું છે. અમેરિકા ના સ્વાસ્થ્ય અધિકારીઓના કહેવા પ્રમાણે ભીડભાડ સિવાયની જગ્યાએ અમેરિકનો ને માસ્ક પહેરવાની જરૂર નથી.
અનેક અમેરિકનો ના મૃત્યુ પછી ત્યાંની સ્થિતિ સુધરી રહેલી દેખાય છે. સંપૂર્ણ વેકસીનેશન થયા પછી અમેરિકા ની સ્થિતિ પેલા જેવી જ સામાન્ય બનવા લાગી છે. સંપૂર્ણપણે વેક્સિનેશન કરાવી ચુક્યા હોય તે અમેરિકનોએ અજાણ્યા લોકોની ભારે ભીડ હોય તેવા સ્થળોને છોડીને અન્ય જગ્યાએ માસ્ક પહેરવાની જરૂર નથી…..એવું અમેરિકા ની પ્રમુખ સ્વાસ્થ્ય સંસ્થા CDC એ કહ્યું છે.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન એ ટ્વિટ માં કહ્યું હતું કે COVID-19 સામેની લડાઈ માં આપણે અસાધારણ પ્રગતિ કરી છે, તેના કારણે જ CDC એ મોટી જાહેરાત કરતા કહ્યું કે તમારા અને તમારી આજુબાજુ ના લોકો ના જીવ બચાવવા માટે વેકસીનેશન જરૂરી છે. તમે સંપૂર્ણપણે વેક્સિનેશન કરાવી ચુક્યા છો તો તમારે ભીડભાડવાળી જગ્યા છોડીને બાકીની જગ્યાએ માસ્ક લગાવવાની જરૂર નથી.