રાજકોટ(Rajkot) માં ભેળસેળ યુક્ત Milk નો કાળો કારોબાર ચાલી રહ્યો છે.તાજેતરમાં રાજકોટ પોલીસ દ્રારા 1 હજાર લીટર શંકાસ્પદ Milkનો જથ્થો પકડી પાડવામાં આવ્યા બાદ આજે મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં 228 લીટર જેટલો ભેળસેળ(Adultration)યુક્ત જથ્થાનો નાશ કર્યો હતો જ્યારે પાંચ સેમ્પલને વધુ તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.
જો કે આ બધાની વચ્ચે એક સવાલ એ થાય કે આપણે જે Milkનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ તે ચોખ્ખું છે કે ભેળસેળયુક્ત.અમે આપને જણાવીએ છીએ કે કઇ રીતે આપ ઘરે બેઠા Milkની ચકાસણી કરી શકો.ટીવીનાઇન સાથેની વાતચીતમાં રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ અધિકારી અમિત પંચાલે કહ્યું હતુ કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાર્ડડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્રારા કેટલાક માપદંડ નક્કી કરાયા છે જે પૈકી ઘર બેઠા ખાઘ સામગ્રીની ચકાસણી કરી શકાય છે.
1.Milkમાં પાણી છે કે કેમ
સામાન્ય રીતે Milk ઉત્પાદકો વધારે નફો કમાવવા માટે Milkમાં પાણી ઉમેરવામાં આવે છે ત્યારે આપના Milkમાં પાણી ચકાસણી કરવા માટે આટલું કરવું જોઇએ..જો Milkમાં પાણી હશે તો Milkનું ટીંપુ જમીનની લાદી પર નાખવાથી જો Milk ચોખ્ખું હશે તો Milk સફેદ લીસોટો છોડી જશે એટલે કે Milkનું ટીપું ગોળ જ રહેશે રેલાશે નહિ જો Milk ભેળસેળયુક્ત હશે તો લીસોટો નહિ થાય પરંતુ સીધુ જ જમીન પર પડી જશે અને રેલાઇ જશે.
2.Milk પાવડરયુક્ત છે કે કેમ
કેટલીક વખત દૂધને ઘટ્ટ બનાવવા માટે તેમાં પાવડરનો ઉપયોગ થતો હોય છે તો ક્યારેક હલકી ગુણવત્તાના પાવડરથી પણ Milk તૈયાર થતું હોય છે ત્યારે તેની ચકાસણી માટે એક ગ્લાસમાં 5 થી 10 એમએલ Milk અને પાણી સરખું લેવું.બંન્ને એકરસ થઇ જાય તે રીતે ભેળવવું.જો Milkમાં પાવડર ઉમેરવામાં આવ્યો હશે તો ધાટા અને વધુ ફીણ થશે અને જો Milk શુધ્ધ હશે તો આછા-પાતળા ફીણ જોવા મળશે..
3.સ્ટાર્ચનો ઉમેરો છે કે કેમ
Milkને ઘટ્ટ બનાવવા માટે તેમાં સ્ટાર્ચનો ઉપયોગ થાય છે ત્યારે
Milkમાં સ્ટાર્ચની ભેળસેળ કરેલી છે કે કેમ તેની ચકાસણી કરવા માટે એક બાઉલમાં Milk લેવું તેમાં બે ટીપાં આયોડીનના એડ કરવા જો સ્ટાર્ચની ભેળસેળ હોય તો Milk બ્લુ કલરનું થઇ જશે.
રાજ્યમાં વરસાદ ખેંચાતા Rupani સરકારનો મહત્વનો નિર્ણય, પાકને બચાવવા અપાયો આ આદેશ
4.દુઘ ગરમ કરતી વખતે આટલું ધ્યાન રાખવું
દૂધ ગરમ કરતી વખતે જો તેમાં જે ઉપરનો ભાગ હોય તેમાં તેલ જેવો પ્રવાહી પદાર્થ વધારે પ્રમાણમાં જોવા મળે Milkમાં તેલની ભેળસેળ હોવાની શક્યતા છે જેથી દૂધ ની ચકાસણી કરવી જરૂરી છે આ ઉપરાંત દૂધ ગરમ થયા બાદ તપેલીના તળિયા પર લહેર જામે છે તે લહેર પાવડરને કારણે હોય તેવી શક્યતા છે.દૂધમાંથી માખણ કાઢતી વખતે બે થી ત્રણ વખત માખણ નીકળે તો આ દૂધ ભેળસેળ યુક્ત હોવાની શક્યતા રહેલી છે.
ફેટ વધારવા માટે Milkમાં કરાય છે ભેળસેળ
રાજકોટ મનપાના આરોગ્ય વિભાગના અધિકારીઓના કહેવા પ્રમાણે Milkનો ભાવ તેના ફેટના આધારે નક્કી થતો હોય છે જેથી કેટલાક લેભાગુ તત્વો દ્રારા Milkમાં ફેટ વધારવા માટે પહેલા Milkને ગરમ કરીને તેમાંથી ફેટ કાઢી લે છે.સામાન્ય રીતે પશુઓનું Milk 5 થી 6 ફેટનું હોય છે જેથી ઉત્પાદક દૂધ ગરમ કરીને તેમાંથી મલાઇ કાઢી લે છે અને ત્યારબાદ ફેટ વધારવા માટે તેમાં વેજીટેબલ ઓઇલ અથવા તો સોયાબીન તેલનો ઉપયોગ કરે છે અને ફેટ વધારે છે જેથી આવા દૂધમાંથી મલાઇ નીકળી શકતી નથી.