પેટ્રોલ-ડિઝલના વધતા ભાવ વચ્ચે લોકો કારોમાં હવે CNG કીટ ફિટ કરાવવાનું વલણ અપનાવી રહ્યા છે, ત્યારે હવે તમે પણ તમારી કારમાં સીએનજી કીટ ફીટ કરાવવાનું વિચારતા હોય તો આ સમાચાર તમારા માટે છે. અમદાવાદ આરટીઓથી આ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે.
હવે નિયમ વિરુદ્ધ CNG કીટ ફિટ કરનાર સામે RTO દ્વારા કાર્યવાહી કરશે.
અમદાવાદ RTO ઋતુરાજ દેસાઈએ જણાવ્યું હતું કે, હવેથી કંપની ફિટિંગ વાહનોમાં જ CNGની માન્યતા અપાશે. જે કંપનીઓ નવા મોડ્યુલમાં CNG ફિંટીગ નથી આપતી તેમાં પાછળથી કિટ ફિટ કરવાની કોઈ પરવાનગી અપાશે નહીં. નિયમ વિરુદ્ધ આડેધડ BS6 એન્જીનમાં CNG ફિટ કરનાર સામે RTO હવે કાર્યવાહી કરાશે. માત્ર જૂના મોડ્યુલમાં જ CNG કિટ બજારમાંથી ફીટ કરી શકાશે. નિયમ વિરુદ્ધ આડેધડ BS6 એન્જીનમાં CNG ફિટ કરનાર સામે RTO હવે કાર્યવાહી કરશે.
મંત્રી કુંવરજી બાવળીયાએ કોળી (Koli) સમાજના પ્રમુખ પદેથી આપ્યું રાજીનામું, જાણો તેનું કારણ….
ગુજરાતમાં કોરોનાને લઈને આવ્યા સૌથી મોટા રાહતના સમાચાર, જાણીને થઈ જશો ખુશ
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ધીમે ધીમે ઘટી રહ્યું છે અને દૈનિક એક્ટિવ કેસોમાં પણ મોટો ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતના લોકો માટે હવે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. ગઈ કાલે માત્ર 7 જિલ્લામાં જ નવા કેસ નોંધાયા હતા. ત્યારે હવે ગુજરાતમાં 14 જિલ્લા કોરોનામુક્ત બની ગયા છે. આ 14 જિલ્લામાં એક પણ એક્ટિવ કેસ નથી. જ્યારે 9 જિલ્લા એવા છે, જ્યાં માત્ર 1-1 જ એક્ટિવ કેસ છે, ત્યારે આ જિલ્લા પણ ગમે ત્યારે કોરોનામુક્ત બની શકે છે. તો ગુજરાતમાં અત્યારે કુલ 159 જ એક્ટિવ કેસ છે.
ગુજરાતમાં સૌરાષ્ટ્રના પાંચ જિલ્લા કોરોનામુક્ત બન્યા છે, જેમાં દેવભૂમિ દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને ગીર સોમનાથનો સમાવેશ થાય છે. ઉત્તર ગુજરાતમાં પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા કોરોનામુક્ત બન્યા છે. મધ્ય ગુજરાતમાં ખેડા, પંચમહાલ અને છોટાઉદેપુર કોરોનામુક્ત બન્યા છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભરુચ, વલસાડ અને ડાંગ કોરોનામુક્ત બન્યા છે. આ સિવાય તાપી, પોરબંદર, નવસારી, નર્મદા, મહેસાણા, મહીસાગર, બોટાદ, આણંદ અને અમરેલીમાં માત્ર 1-1 જ એક્ટિવ કેસ છે.