Election 2022 Updates : Congress એ Uttar Pradesh વિધાનસભા ની ચૂંટણી માટે 125 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, આ પ્રથમ યાદી જાહેર કરી તેમાં 50 ટિકિટ મહિલાઓને અપાઈ.
State Assembly Election 2022 : 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની ઘોષણા શરૂ થઈ ગઈ છે. રાજકીય પક્ષોએ ચૂંટણી જીતવા માટે તમામ તાકાત લગાવી દીધી છે. નેતાઓના પક્ષ બદલવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે. આ બધાની સાથે રાજકીય નેતાઓની બયાનબાજી અને જૂથવાદ પણ સામે આવવા લાગ્યો છે. ત્યારે હવે Congress એ Uttar Pradesh Elections 2022 માટે 125 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે.
Congress એ Uttar Pradesh Elections 2022 માટે 125 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં 50 મહિલા ઓને ટિકિટ આપવામાં આવી છે. ઉન્નાવ પીડિતાની માતાને ઉન્નાવથી ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસ મહાસચિવ Priyanka Gandhi એ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.
Elections 2022 માટે લુઈસ ખુર્શીદ સલમાન ખુર્શીદ ની પત્ની ને ટિકિટ મળી છે. જયારે ઉન્નાવથી આશા સિંહ ને મેદાનમાં ઉતાર્યા છે. આ સિવાય NRC-CAA વિરુદ્ધ આંદોલન કરનાર Sadaf Jafar ને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. અને પૂનમ પાંડે ને ટિકિટ મળી છે.
આં પણ વાંચો : Uttar Pradesh ની ચૂંટણી નક્કી કરશે Gujarat માં ભાજપે કેવી રીતે મેદાનમાં ઉતરવું, જાણો શું છે રણનીતિ
Priyanka Gandhi એ યાદી જાહેર કરતા કહ્યું કે, ઉન્નાવ પીડિતાની માતા આશા સિંહને અમે તક આપી છે. સોનભદ્ર નરસંહારના પીડિતોમાંથી એક રામરાજ ગોંડને પણ ટિકિટ આપવામાં આવી છે. આ સાથે જ આશા બહેનોમાંથી પૂનમ પાંડેને પણ ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, કોરોનામાં ઘણું કામ કરવા છતાં આશા બહેનોને માર મારવામાં આવ્યો હતો.
Uttar Pradesh Elections 2022 માં કુલ 403 સીટો છે જ્યાં સાત તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ તબક્કાઓ હેઠળ 10 February, 14 February, 20 February, 23 February, 27 February, 3 March અને 7 March ના રોજ મતદાન થશે. બાકીના રાજ્યો જેમ કે Uttarakhand, Punjab, Manipur અને Goa સાથે 10 March એ પરિણામ આવશે.