રાજ્ય માં PSI ની શારીરિક કસોટી માં પાસ થયેલા ની યાદી જાહેર કરાઈ છે અને પ્રિલીમરી પરીક્ષા ફેબ્રુઆરી માં લેવામાં આવશે જે ઉમેદવારો એ કસોટી પાસ કરી હોઈ.
રાજ્યના 15 કેન્દ્રો ઉપર થી લેવામાં આવેલી PSI ની શારીરિક કસોટી ગત 3-December ના રોજ યોજાઈ હતી જેમાં પાસ થયેલા ઉમેદવારોની વિગત website પર મુકવામાં આવી છે. IPS હસમુખ પટેલે આ માહિતી ટ્વિટર પર ટ્વિટ કરીને આપી છે.
પો.સ.ઇ. ભરતીની શારીરીક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની વિગત https://t.co/GokS99Hz9U વેબસાઇટ ઉપર મુકવામાં આવેલ છે.#LRD #LRD_ભરતી #LRDP
— Hasmukh Patel (@Hasmukhpatelips) January 15, 2022
પો.સ.ઇ. ભરતીની શારીરીક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની વિગત psirbgujarat2021.in વેબસાઇટ ઉપર મુકવામાં આવેલ છે.
website પર મુકવામાં આવેલ Result અંગે જો કોઇ ઉમેદવારને શારીરીક કસોટીના પરિણામની વિગતો અંગે કોઇ વાંધો કે રજુઆત હોય તો અરજી સાથે કોલ લેટર ની નકલ સામેલ રાખી 21-january-2022 સુધીમાં Recruitment Board Office, Bungalow No. G-13, Near Sarita Udhan, Sector-9, Gandhinagar-382007 ખાતે અરજી.પો.એ.ડી. અથવા સ્પીડ પોસ્ટ અથવા કુરીયર થી મોકલી આપવાની રહેશે. Corona ના કારણે રૂબરૂમાં અરજી સ્વીકારવામાં આવશે નહીં.
બીજું કે ઉતીર્ણ થયેલ ઉમેદવારોની પ્રિલિમીનરી પરિક્ષા 15 Feb પછીના કોઇપણ રવિવારે લેવામાં આવનાર છે. જે તારીખ નકકી થયા બાદ website પર જાહેર કરવામાં આવશે. જે અંગે લાગતા-વળગતાઓએ નોંધ લેવા જણાવાયુ છે.