Reliance Industries Limited અને Adani Group એ ગુજરાતમાં મેગા ઈન્વેસ્ટમેન્ટ પ્લાન તૈયાર કર્યા છે. તેમાં RIL દ્વારા 5 લાખ કરોડનું રોકાણ તેમના New energy business vertical માટે અને Adani Group દ્વારા સ્ટીલ ફેકટરી માં
સંયુક્ત સાહસમાં Korean કંપની Posco સાથે રોકાણ કરવામાં આવશે.
Adani Group એ Korean કંપની Posco સાથે સંયુકત રીતે ગુજરાતમાં સ્ટીલ ઉત્પાદન સુવિધા સ્થાપવા માટે એક MOU પર હસ્તાક્ષર કર્યા હતા. અદાણી પોર્ટ્સ અને SEZ ના CEO Karan Adani, Posco ના CEO Choi Jeong-Woo, સાથે 37,500 કરોડના રોકાણ માટે ગુજરાતમાં સ્ટીલ પ્લાન્ટ સ્થાપવા MOU પર હસ્તાક્ષર કર્યા હતા.
બીજી બાજુ Reliance ના અધિકારીઓ કુલ 5.67 લાખ કરોડના રોકાણ માટે Gujarat government સાથે 3 MOU પર હસ્તાક્ષર કરે તેવી અપેક્ષા છે. Reliance રાજ્યમાં હાઈડ્રોકાર્બન ઈકોસિસ્ટમ સ્થાપવા માટે 5 લાખ કરોડનું રોકાણ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. અન્ય 60 હજાર કરોડનું રોકાણ સોલાર પ્રોજેકટ માટે કરવામાં આવશે. Reliance દ્વારા ત્રીજો MOU JIO માટે હશે જે Gujarat માં વધુ 7 હજાર કરોડનું રોકાણ કરવાની યોજના ધરાવે છે,
સરકારી સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, સોલાર પ્રોજેક્ટ માટે Reliance એ કચ્છમાં જમીન માગી છે. વધુમાં રાયની ઔધોગિક નીતિની મેગા સ્કીમ હેઠળ બન્ને પ્રોજેક્ટ સ્થપાશે.
તમને જણાવી દઈએ કે, Reliance ના ચેરમેન Mukesh Ambani એ JUNE- 2021માં યોજાયેલી AGM માં તેના New energy business vertical માટે આગામી કેટલાક વર્ષોમાં 75 હજાર કરોડનું રોકાણ કરવાની યોજના જાહેર કરવામાં આવી હતી. કંપનીએ જાહેરાત કરી હતી કે તે ગ્રીડમાંથી ઉર્જાનો સંગ્રહ કરવા માટે સંકલિત સોલાર પીવી મોડુલ, ઈલેકટ્રોલાઈઝર, યુઅલ સેલ અને બેટરી બનાવવા માટે ચાર ‘giga factories’ બાંધવા માટે 60 હજાર કરોડનું રોકાણ કરશે.
કંપની 2030 સુધીમાં 100GW સૌર ઊર્જા સાથે સૌર ઉત્પાદનમાં પ્રવેશવાની યોજના બનાવી રહી છે. કંપનીએ અગાઉ સૌર ઊર્જાના ઉત્પાદન માટે એક સુવિધા બનાવવાની યોજના જાહેર કરી છે જ્યાં Reliance એક સંકલિત સોલાર ફોટોવોલ્ટેઇક મોડુલ ફેકટરીનું નિર્માણ કરશે.
આં પણ વાંચો : JIO રોકાણ કરવાની સુવર્ણ તક : આ વર્ષે આવી શકે છે JIO IPO
આં પણ વાંચો : IPL માંથી VIVO હટાવવાથી BCCI ને થશે ફાયદો, થશે વધુ કમાણી.