અરવલ્લી જિલ્લાના મોડાસાની એક દીકરીએ લઘુગ્રહ સંશોધનમાં પ્રોજેક્ટ બનાવતા Nasa દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવ્યું. મોડાસા તાલુકાના બોલુન્દ્રા ગામની વતની અને હાલ મોડાસા શહેરમાં રહેતી પ્રાચી વ્યાસને બાળપણથી અંતરિક્ષ શોધમાં રૂચિ હતી. જેથી પ્રાચી વ્યાસે અંતરિક્ષમાં લઘુગ્રહનું સંશોધન કરી Nasa ના પ્રમાણપત્રો હાંસલ કર્યા છે.
3 મે થી 28 મે દરમિયાન પ્રાચિ વ્યાસે એક પ્રોજેક્ટ પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ 1 સપ્ટેમ્બરથી 27 સપ્ટેમ્બરમાં લઘુગ્રહોનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. અવકાશમાં મંગળ અને ગુરૂ વચ્ચે એસ્ટ્રોઇડ બેલ્ટનું સંશોધન કરનાર પ્રાચી વ્યાસે લઘુગ્રહો અંગે રીસર્ચ કરી ખોજ નામની સંસ્થા મારફતે પોતાનો પ્રોજેક્ટ Nasa માં મોકલ્યો હતો.
આ સમાચાર વિશે વધુ જાણવા માટે આ લીંક પર ક્લિક કરો…