Mahindra ૨૯,૮૭૮ ગાડીઓમાં ફલૂડ પાઈપની તપાસ અને રિપ્લેસમેન્ટ કરશે : જે ગ્રાહકો પાસે આ પ્રકારના પિક અપ ટ્રક હશે તેનો કંપની સંપર્ક કરીને કંપની કોઈ ખર્ચ વગર રિપેરિંગ કરી આપશે
Mahindra એ લગભગ ૩૦ હજાર ગાડીઓને રિકોલ કરી છે. ગાડીઓની ફ્લૂડ પાઈપની તકલીફના કારણે તમામ ગાડીઓને પરત મંગાવવામાં આવી છે. Mahindra એ જણાવ્યું કે તેમની કેટલીક પિક અપ ટ્રકમાં ફ્લૂઈડ પાઈપમાં ખરાબીની તપાસ અને રિપ્લેસમેન્ટ માટે પરત મંગાવવામાં આવી છે. જે પિક અપ ટ્રકને રિકોલ કરી છે તે તમામને જાન્યુઆરી ૨૦૨૦થી ફેબ્રુઆરી ૨૦૨૧ના વચ્ચે બનાવવામાં આવી હતી. કંપનીએ એ વાત પર સંદેહ કરતા જણાવ્યું કે આટલી કારનું એસેમ્બ્લિંગ બરાબર નથી થયું. જેના કારણે આ સમસ્યા ઉભી થઈ છે. Mahindra ૨૯,૮૭૮ ગાડીઓમાં ફ્લૂડ પાઈપની તપાસ અને રિપ્લેસમેન્ટ કરશે. જે ગ્રાહકો પાસે આ પ્રકારના પિક અપ ટ્રક હશે તેનો કંપની સંપર્ક કરીને કંપની કોઈ ખર્ચ વગર રિપેરિંગ કરી આપશે.
જો કે, આ પહેલા પણ Mahindraએ લગભગ ૬૦૦ ડીઝલ કાર પરત બોલાવી હતી. Mahindraએ કહ્યું હતુ કે આ ડીઝલ વાહનોના એન્જિનમાં ખામી જોવા મળી હતી, જેના કારણે કંપનીએ તમામને પરત બોલાવવાનો નિર્ણય કર્યો હતો. આ વાહનોની સંખ્યા ૬૦૦ના નજીક હતી. આ વાહનો કંપનીના નાસિક પ્લાન્ટમાં ૨૧ જૂનથી ૨ જુલાઈ ૨૦૨૧ના વચ્ચે બનાવવામાં આવ્યા હતા. અગાઉ Mahindraના સૌથી લોકપ્રિય થારના ડીઝલ વેરિએન્ટમાં પણ ખામી જોવા મળી હતી.
તે પછી Mahindra દ્વારા કહેવામાં આવ્યું હતું કે ચોક્કસ તારીખે ફેકટરીમાં મળી આવતા અને નિયત બેચમાં ભરાયેલા દૂષિત ઈંધણના કારણે એન્જિનના પાર્ટ્સમાં ખરાબીની શંકા છે. જો કે, Mahindraએ જણાવ્યું નથી કે આ ખામીઓમાં કંપનીના કયા મોડેલ જોવા મળી છે. રેગ્યુલેટરી ફાઇલિંગમાં, Mahindraએ કહ્યું કે આ પ્રક્રિયા ૨૧ જૂનથી ૨ જુલાઈ, ૨૦૨૧દ્ગક વચ્ચે ઉત્પાદિત ૬૦૦થી ઓછા વાહનોની મર્યાદિત બેચ માટે છે.
લોકો આતુરતાથી Mahindraની XUV 700ની રાહ જોઈ રહ્યા છે. તાજેતરમાં, Mahindra XUV700ની સ્પાઈ તસવીર લીક થઈ હતી. આ તસવીર વર્કશોપમાં લેવામાં આવી હતી. પરંતુ હવે Mahindra XUV700નો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેની યોગ્ય કસોટી કરવામાં આવી રહી છે. કંપની ૨ ઓકટોબરે Mahindra XUV700 લોન્ચ કરી શકે છે. અગાઉ, કંપનીએ તેની Mahindra થાર એસયુવી ગયા વર્ષે આ તારીખે લોન્ચ કરી હતી.