આજે આપણો ભારત દેશ કાંઈ કોઈથી પાછળ નથી. આજે પણ વિદેશ માં ભારતનો ડંકો વાગી રહ્યો છે.
America માં ભારતની દીકરીનો ડંકો વાગ્યો. હા હૈદરાબાદની દિપ્થી નારકુતીને Microsoft દ્વારા ૨ કરોડના પેકેજ પર નોકરીની ઓફર કરવામાં આવી છે. તે કંપનીના USA સ્થિત સીએટલ હેડ ક્વાટરમાં જોડાશે. ૩૦૦ લોકોના કેમ્પસ સિલેક્શનમાં દિપ્થીને પસંદ કરાઇ હતી, જ્યાં તેને સૌથી ઊંચા વાર્ષિક પેકેજની ઓફર કરવામાં આવી હતી. કેમ્પસ ઇન્ટરવ્યુ Florida University ખાતે યોજાયું હતું.
અભ્યાસ પૂરો કર્યાના ૧૫ દિવસ માં દિવસે ૨ કરોડના પેકેજની ઓફર
દીપ્થીએ University of Florida થી પોતાનું પોસ્ટ ગ્રેજ્યુએશન એમએસ કોમ્પ્યુટર 2 મેના રોજ પૂર્ણ કર્યું હતું. અભ્યાસ પૂરા થયાના ૧૫ દિવસમાં જ તેને આ મોટા પેકેજની ઓફર મળી. વિગતો મુજબ, આ ઇન્ટરવ્યુમાં ઘણી કંપનીએ ભાગ લીધો હતો. દીપ્થીને માત્ર Microsoft દ્વારા જ નહી પરંતુ એમેઝોન અને ગોલ્ડમેન સેશમાંથી પણ જોબ ઓફર કરી હતી. Microsoft માં દીપ્થિની સોફ્ટવેર ડેવલપમેન્ટ એન્જિનિયર તરીકે પસંદગી કરવામાં આવી છે જ્યાં તે ગ્રેડ 2 કેટેગરીમાં છે. દિપ્તી 17 મેથી સિએટલમાં જોડાશે. જે Microsoft નું હેડ ક્વાર્ટર છે.
દિપ્થીનો હૈદરાબાદમાં થયો ઉછેર
દિપ્થીના પિતા ડો.વેંકન્ના, હૈદરાબાદ પોલીસ કમિશનરેટમાં ફોરેન્સિક નિષ્ણાત તરીકે કાર્ય કરે છે. દિપ્થી માટે આ પહેલીવાર નથી જ્યારે તે કોઈ મોટી કંપનીમાં કામ કરશે. હૈદરાબાદની કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી બીટેક કર્યા પછી પણ દિપ્થી સોફ્ટવેર એન્જિનિયર તરીકે જેપી મોર્ગન કંપનીમાં જોડાઈ હતી. જેમાં ત્રણ વર્ષ કામ કર્યા પછી તેણે આગળ અભ્યાસ માટે નોકરી છોડી દીધી. તેને એક સ્કોલરશીપ મળી જે પછી તે તેના એમએસ કોમ્પ્યુટરનો અભ્યાસ કરવા માટે અમેરિકા ગઈ.