Facebook હવે ફરી Crypto Market માં એન્ટ્રી કરવા જઇ રહી છે. Facebook આ વર્ષે તેની Crypto Currency Diem ને લોન્ચ કરવાની તૈયારીમાં છે. Facebbok વર્ષ 2019 માં LIBRA(લિબ્રા) નામ ની Crypto Currency લોન્ચ કરવાનું જાહેર કર્યું હતું જે જાન્યુઆરી 2021 માં લોન્ચ થઈ હતી , હવે તેનું નામ બદલાઇ ગયુ છે. Diem દ્વારા ફેસબુક ફિનટેક સ્પેસમાં ક્રાન્તિ લાવવા માંગે છે અને કંપનીનું કહેવુ છે કે આ ક્રિપ્ટોકરન્સી દ્વારા રૂપિયા ટ્રાન્સફર કરવા ખૂબ જ સરળ હશે.
નુકશાનમાં Bitcoin
ઉલ્લેખનીય છે કે ફેસબુકે આ જાહેરાત એવા સમયે કરી છે, જ્યારે બિટકોઇનની કિંમતમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. ટેસ્લાના માલિક એલન મસ્ક દ્વારા હાલ બિટકોઇન દ્વારા ટેસ્લા કારોની ખરીદી બંધ કરવાની જાહેરાત પછીથી બિટકોઇનની કિંમતમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. બીજી તરફ મસ્કે ડોગકોઇનમાં કામ કરવાની વાત કરી છે, સાથે જે તેમણે ક્રિપ્ટોકરન્સી માઇનિંગને લઇને પણ સંકેત આપ્યા છે. એટલે પોતાની ક્રિપ્ટોકરન્સી લાવી શકે છે.
હવે Bitcoin-Dogecoin ને મળશે ટક્કર
ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીના સમયથી ‘ક્રિપ્ટોકરન્સી’ શબ્દ વૈશ્વિક બજારમાં ખૂબ જ છવાયેલો છે. વિશ્વભરમાં વાઇરસ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના પ્રસારે ડિજીટલ પરિવર્તનનું નિર્માણ કર્યુ, જેથી ગ્રાહકો અને વેપારી દિગ્ગજ વચ્ચે ઈ-કોમર્સ લેવડ-દેવડનો ઉપયોગ વધ્યો. બિટકોઇન, ડોગકોઇન અને ઇથેરિયમ અન્ય ડિજીટલ કરન્સી પર ક્રિપ્ટોકરન્સી હજાર પર હાવી છે. હવે ફેસબુક ધમાલ મચાવવાની તૈયારીમાં છે.
જાણો FACEBOOK ની ક્રિપ્ટોકરન્સી Diem અંગે
ફેસબુક તેની આ ક્રિપ્ટોકરન્સીના બે સેલમાં લોન્ચ કરી શકે છે. તેમાંથી એક મલ્ટી કરન્સી કોઇન હશે અને બીજો સેટ ડોલર અથવા યૂરોમાંથી એક વિશિષ્ટ વેલ્યૂ હશે. Diem દ્વારા મની ટ્રાન્સફર પર ટ્રાન્સફર ફી ઓછી હશે, જેથી મોટી સંખ્યામાં લોકો આ કરન્સી તરફ આકર્ષિત થઇ શકે. ફેસબુક તેની ડિજીટલ કરન્સી પ્રોજેક્ટર ગ્રુપ Diem Association સાથે મળી Diemને લોન્ચ કરશે.