ગયા વર્ષે, Google જાહેરાત કરી હતી કે Gmail માં ભવિષ્યમાં CHAT મેસેજિંગ અને Group Room ને હાલના મીટ વિડિઓ કોલિંગ સાથે જોડશે.
આ મર્જર નું કારણ એ છે કે Google, Gmail ને તમારું નવું “home for work.” બનાવવા માંગે છે. ધ્યેય એ છે કે વપરાશકર્તાઓ ને અન્ય ટેબો વચ્ચે ફેરબદલ કર્યા વિના એક જગ્યા એ બધું વર્ક થાય.
મતલબ Gmail વપરાશકર્તાઓ એન્ડ્રોઈડ અને આઇઓએસ ડિવાઇસીસમાં ગૂગલ ચેટ એપને ઈન્ટ્રીગ્રેટ કરી શકે છે. Gmail માં વપરાશકર્તાઓને હવે મેલ સાથે વિડિયો કોન્ફરન્સિંગ માટે Meet અને Roomનો સપોર્ટ આપવામાં આવશે. સરળ શબ્દોમાં કહીએ તો, વપરાશકર્તાઓને હવે એપ્લિકેશનની નીચે ચાર ટેબ મળશે. નવા ચેટિંગ ફીચર રોલઆઉટ કરવા કર્યા પછી ગૂગલ તરફથી Hangouts એપ્લિકેશનને બંધ કરી શકાય છે. હમણાં સુધી Gmail વપરાશકર્તાઓ હેંગઆઉટ દ્વારા ચેટ કરી રહ્યાં હતાં.
અત્યારે હાલ માં ચેટ માટે ક્લાસિક હેંગઆઉટ નો વપરાશ થાય છે.
- Classic hangouts(ક્લાસિક હેંગઆઉટ) માં તમારી હાલની વાતચીતો ગૂગલ ચેટમાં બતાવવામાં આવી છે
- Classic hangouts(ક્લાસિક હેંગઆઉટ) નો ઉપયોગ કરતા લોકો સાથે વાતચીત ચાલુ રાખવા માટે તમે ગૂગલ ચેટનો ઉપયોગ કરી શકો છો.
- આ Classic hangouts(ક્લાસિક હેંગઆઉટ) નાં વપરાશકર્તાઓનાં નવા સંદેશાઓ પણ ગૂગલ ચેટમાં તમારા માટે બતાવવામાં આવશે.
જાણો, તમે આ નવા ફીચર નો ઉપયોગ કેવી રીતે કરી શકશો.
- Google ની નવા ચેટિંગ ફીચરનો ઉપયોગ કરવા માટે, વપરાશકર્તાઓએ પ્રથમ જીમેલ એપ્લિકેશનને અપડેટ કરવી આવશ્યક છે.
- આ માટે Android વપરાશકર્તાઓએ Google Play Store અને iOS યૂઝર્સે Apple App પર મુલાકાત લેવી પડશે.
- એપ્લિકેશન અપડેટ થયા પછી વપરાશકર્તાઓને જીમેલ ઓપન કરવું પડશે, જ્યાં તમને ટોપ લેફ્ટ સ્ક્રીન પર સેંડવિચ બટન પર ક્લિક કરવું પડશે. આનાથી સાઉન્ડબાર વિકલ્પ ઓપન થશે.
- આ પછી, નીચે સ્ક્રોલ કરો અને સેટિંગ્સ વિકલ્પ પર જાઓ.
- અહીં તમારે તમારું પર્સનલ એકાઉન્ટ પસંદ કરવું પડશે.
- અહીં તમને Chat વિકલ્પ જોવા મળશે, જેને અનેબલ કરવું પડશે.
- આ પછી Gmail એપ્લિકેશનને રિસ્ટાર્ટ કરી દો.
- તે પછી ચેટિંગનો વિકલ્પ જીમેલ એપ્લિકેશનની નીચે દેખાવા લાગશે, જ્યાં વપરાશકર્તાઓ સરળતાથી ચેટ કરી શકશે.