Electric shock લાગે તો શું કરવું?
જેને Electric shock લાગ્યો છે તેને ખુલ્લા હાથથી પકડવાની ભૂલ ન કરો.
તરત જ પાવર સપ્લાય બંધ કરીને વિક્ટિમને હટાવવા માતે લાકડું/પ્લાસ્ટિકની કોઇ વસ્તુઓનો ઉપયોગ કરો.
વિક્ટિમના શ્વાસ ચેક કરો. કોઇપણ ગરબડ થાય તો એમ્યુલન્સ બોલાવી લેવી.
એમ્યુલન્સ આવે ત્યાં સુધી બેહોશ વ્યક્તિને મોઢાથી શ્વાસ આપો. જેથી તેના હાર્ડબીટ્સ ચાલુ રહે.
ધ્યાન રાખો કે તે વ્યક્તિ સીધો સૂતો હોય અને તેના પગને થોડા ઉપર ઉઠાવેલા હોય
દર્દીને ભાન આવે છે તો તેને ખાવા પીવા માટે કઇ પણ ન આપો. તેને પડખે સૂવાડો અને દાઝેલાના ઘા પર મલમ લગાવો.
Electric shock લાગવાથી અનેક વાર શરીરનો તે ભાગ સુન્ન થઇ જાય છે. વ્યક્તિ ભાનમાં આવે ત્યારે મેડિકલ હેલ્પ લો.
ચોમાસામાં ધ્યાન રાખો આ વાતો
ફ્રીઝના હે્ડલ પર કપડું બાંધીને રાખો.
બે પિનના સોકેટને બદલે થ્રી પિન સોકેટ યૂઝ કરો. તેમાં અર્થિગ મળે છે, તો Electric shock લાગવાનો ડર રહેતો નથી.
થ્રી પિન પ્લગ પણ ચેક કરો. ધ્યાન રાખો કે ત્રણેય તાર જોડાયેલા હોય અને કોઇ પણ પિન ખરાબ ન હોય.
વીજળી નું કોઇ પણ કામ કરતી વખતે રબરના ચંપલ પહેરો.
જે ઇલેક્ટ્રોનિક એપ્લાયન્સના તાર ઘસાઇ ગયા હોય કે ખરાબ હોય તેને ઉપયોગ કર્યા પહેલા રિપેર કરી દો.
કોઇપણ ઇલેક્ટ્રિક પ્રોબ્લેમ થાય તો પ્રોફેશનલ્સની મદદ લો. ઓછી જાણકારીમાં તમારી મુસીબત વધી શકે છે.
ઘરના દરેક સોકેટ્સ કવર હોવા જોઇએ.
ઇલેક્ટ્રિક અપ્લાયન્સમાં લખેલા દિશા નિર્દેશોનું પાલન કરો.
ઇલેક્ટ્રિક અપ્લાયન્સ નળની પાસે ન રાખો.
જ્યાં Electric shock આવી રહ્યો છે ત્યાં ગ્લવ્સ પહેરીને તેને અનપ્લગ કરો, ખુલ્લા વાયરોથી દૂર રહો.
પ્લગના દરેક જોઇન્ટ પોઇન્ટ પર ઇલેક્ટ્રિક ટેપ લગાવો, સેલોટેપ નહીં.
જયારે વીજળી કડાકા કરતી હોય ત્યારે ભૂલથી પણ આ કામ ના કરવા, તેનાથી બચવા શું કરવું ??
ગીઝરના પાણીને યૂઝ કરતાં પહેલાં ગીઝર બંધ કરો.
ઇલેક્ટ્રિક અપ્લાયન્સ રબરની મેટ કે રબરના વ્હીલ વાળા સ્ટેંડ પર રાખો.
અર્થિગની તપાસ દર છ મહિને કરાવતા રહો.
બાથરૂમમાં કોઇ પણ ઇલેસ્ટ્રોનિક અપ્લાયન્સનો ઉપયોગ ન કરો.
ખરાબ સીઝન/વીજળી ચમકે ત્યારે ઇલેક્ટ્રોનિક અપ્લાયન્સિસ ઓન ન કરો.
દિવાલોમાં ભેજ છે તો ત્યાં ના સ્વિચ બોર્ડમાં Electric shock આવી શકે છે, માટે અલર્ટ રહો.