આરોગ્યલક્ષી સેવાઓ માટે ગુજરાત સરકાર મક્કમ
Maa Card માટે 23મીથી શરુ થશે મેગા ડ્રાઈવ
ચાર મહિનામાં ઘર-ઘરને કરાશે લાભાન્વિત
ગુજરાતમાં નવા મંત્રીમંડળની રચના સાથે જ નવા સરદારની નવી સરકાર સરકારની યોજનાઓને જનજન સુધી પહોચાડવા ત્વરાથી કામે લાગી ગઈ છે.ત્યારે, આરોગ્યક્ષેત્રે ગુજરાતમાં Maa Vatsalya Card માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે.
ગુજરાતમાં 23 સપ્ટેમ્બરથી માં કાર્ડ અંગે મેગા ડ્રાઈવ શરુ કરવાનું રાજ્યના આરોગ્ય વિભાગે નક્કી કર્યું છે. Maa Vatsalya Card થી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ખુબ ફાયદો થયો છે ત્યારે,સરકાર મેગા ડ્રાઈવથી છેવાડાના નાગરીકોને લાભાન્વિત કરવા પ્રતિબદ્ધ હોવાનું રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.
નવા CMનો નવો નિર્ણય, કાફલો પસાર થાય ત્યારે કોઈએ પણ ટ્રાફિક રોકવો નહીં
80 લાખ પરિવારો થશે લાભાન્વિત
ગુજરાતમાં Maa Vatsalya Card આગામી ત્રણથી ચાર મહિનામાં ઘર-ઘર સુધી પહોચાડવાની નેમ સાથે રાજ્ય સરકારનો હેતુ 80 લાખ પરિવારોને લાભાન્વિત કરવાનો છે. માં કાર્ડ હેઠળ 600 થી વધુ ખાનગી હોસ્પિટલ અને રાજ્યની તમામ સરકારી હોસ્પીટલમાં સારવાર ઉપલબ્ધ થશે. આરોગ્યમંત્રી શ્રી પટેલે એમ પણ ઉમેર્યું કે, સામાન્ય જનતા માટે આવક મર્યાદા 4 લાખ અને 6 લાખ નિર્ધારિત કરાઈ છે.
પત્રકારો માટે કોઈ આવક મર્યાદા નહિ.
રાજ્યના પ્રચાર-પ્રસાર માધ્યમમાં કાર્યરત મિડીયાકર્મીઓ માટે કોઈ આવક મર્યાદા નક્કી કરવામાં આવી નથી તેમ પણ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ઉમેર્યું હતું.