ઉનાળામાં આપણે ઘણી વાર આપણો સમય આપણે ઘરના AC વાળા રૂમમાં પસાર કરતા હોઇએ છીએ જેથી ઉનાળાની કાળઝાળ ગરમીથી આપણને રાહત મળે. બહારથી અંદર આવતા જ AC વાળા રૂમમાં આપણને ઠંડીનો અનુભવ થવા લાગે છે કારણ કે, તેનું તાપમાન સામાન્ય કરતાં ઘણું ઓછું હોય છે. પરંતુ શું તમે જાણો છો કે રૂમમાં દિવાલની ટોચ પર હંમેશા સ્પ્લિટ AC કેમ લગાવવામાં આવે છે?
જો AC નીચેની તરફ લગાવવામાં આવે તો તેની ઠંડક પર શું અસર થશે? એ જ રીતે, જો રૂમમાં હીટર ઉપરની બાજુએ રાખવામાં આવે તો શું તે રૂમને ગરમ કરી શકશે?
ઉપર AC કેમ લગાવવામાં આવે છે ?
દિવાલની ઉપરના ભાગમાં એસી ફીટ કરવાનું કારણ પણ વૈજ્ઞાનિક છે જે જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. ખરેખર, AC ઠંડુ થવાનું મુખ્ય કારણ એ છે કે તેમાંથી બહાર આવતી ઠંડી હવા અને તેને જ ધ્યાનમાં રાખીને AC હંમેશા ઉપરની તરફ લગાવવામાં આવે છે. એસી માંથી ઠંડી હવા બહાર આવે છે કે જે જમીન તરફ જાય છે જ્યારે ઘરમાં ઉપલબ્ધ ગરમ હવા ખૂબ જ હળવી હોય છે જે ઉપરની તરફ જાય છે.
જ્યારે પણ રૂમમાં એસી ચાલતુ હોય છે ત્યારે આ પ્રક્રિયા ચાલુ જ રહે છે. ઠંડી હવા નીચેની તરફ જાય છે અને ગરમ હવા ઉપરની તરફ જાય છે. આ સમગ્ર પ્રક્રિયાને કન્વેક્શન કહેવામાં આવે છે. આ જ કારણ છે કે, જો તમે ક્યારેય તપાસ કરો છો તો તમે જોશો કે ઓરડાની ઉપરના ભાગનું તાપમાન ખૂબ વધારે રહે છે જ્યારે નીચલા ભાગનું તાપમાન ખૂબ ઓછું રહે છે. આ જ કારણોસર દિવાલની ઉપરના ભાગમાં એસી લગાવવામાં આવે છે.
તે કેવી રીતે કામ કરે છે ?
આ સિવાય એસી ઉપર પહોંચેલી ગરમ હવાને ખેંચીને રૂમની બહાર લઈ જવાનું પણ કામ કરે છે. એસી સાથે જોડાયેલ કનેક્ટ આઉટર પાસે સામાન્ય કરતાં વધારે ગરમી પણ છે કારણ કે તે દ્વારા જ રૂમની ગરમ હવા બહાર આવે છે. પરંતુ જો એસી નીચેની તરફ લગાવવામાં આવે તો રૂમના તાપમાન પર શું અસર થશે, તમારે આગળ જાણવું જોઈએ.
જો દિવાલની નીચેના ભાગમાં એસી લગાવવામાં આવે તો ઠંડી હવા વધુ નીચે ફ્લોર તરફ જશે. ઉપરાંત, ગરમ હવા પૂરા રૂમમાં ફરશે અને રૂમ ઠંડો થઈ શકશે નહીં. આ જ કારણે દિવાલના ઉપરના ભાગમાં એસી લગાવવામાં આવે છે.
ઘરે બેઠા જ તપાસો તમારા Milk માં ભેળસેળ છે કે નહી ? Rajkot મનપાના ફૂડ અધિકારીએ જણાવી રીત
હીટરને કેમ નીચે લગાવવામાં આવે છે ?
તેનાથી વિપરીત રૂમ હીટરને હંમેશા નીચેની તરફ લગાવવામાં આવે છે. જેનું કારણ પણ વૈજ્ઞાનિક છે. હીટરમાંથી બહાર આવતી ગરમ હવા હળવી હોવાને કારણે, તે નીચેથી ઉપર તરફ ફરે છે અને સમગ્ર રૂમને ગરમ કરવાનું કામ કરે છે. જો આપણે રૂમનાં ઉપરના ભાગમાં એસી ની જેમ હીટર મૂકીએ તો ઉપરથી હવા ફરતી રહેશે અને તેની ગરમી નીચે સુધી પહોંચી શકશે નહીં. આવી સ્થિતિમાં, છત બાજુ તાપમાન વધુ રહેશે અને નીચલો ભાગ ઠંડો રહેશે.