રાજ્યમાં આજે મેઘરાજા મનમૂકીને વરસ્યા છે (Gujarat Rains) સૌરાષ્ટ્રના જામનગર (Jamnagar rains) રાજકોટ (Rajkot Rains) જૂનાગઢ (Junagadh Rains) પોરબંદર (Porbandar Rains) દેવભૂમિ દ્વારકા (Devbhoomi Dwarka) ગીરસોમનાથમાં (Girsomanth Rains)માં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ખાસ કરીને જામનગર અને રાજકોટમાં તો જળબંબાકારની સ્થિતિ છે. રાજ્યના 147 તાલુકામાં વલરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ રાજકોટના લોધિકામાં 17.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સ્થિતિમાં સૌરાષ્ટ્રમાં આજે રેડ અલર્ટ (Red alert in Saurashtra) આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે આજે 24 કલાકમાં જૂનાગઢ, રાજકોટ, જામનગરમાં અતિભારે વરસાદની આગાહી છે અને રેડ એલર્ટ છે. દેવભૂમિ અને દ્વારકા, પોરબંદરમાં અતિભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત ગીરસોમનાથ અને અમરેલીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. જામનગર-રાજકોટ-જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. (જામનગરના કાલાવાડમાં આજે કરવામાં આવેલા રેસ્ક્યૂ ઓપરેશનની તસવીર)
14મી તારીખે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગરમાં અતિભારે વરસાદની સંભાવના છે. જોકે, 14મી તારીખે વધારે ભારે વરસાદ ઉપરોક્ત સિવાયના જિલ્લાઓમાં નહીં પડે. પરંતુ 15મી તારીખે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
14મી તારીખે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગરમાં અતિભારે વરસાદની સંભાવના છે. જોકે, 14મી તારીખે વધારે ભારે વરસાદ ઉપરોક્ત સિવાયના જિલ્લાઓમાં નહીં પડે. પરંતુ 15મી તારીખે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. (રાજકોટ જિલ્લામાં કાર તણાઈ.)
Morning Consult Survey : PM MODI વિશ્વના સૌથી Famous નેતા બન્યા,અપ્રુવલ રેટિંગમાં જો બાઈડન પણ પાછળ
ત્રીજા દિવસે 15મી દિવસે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં એક લો પ્રેશર બન્યું છે અને ચોમાસું નીચેથી પસાર થઈ રહ્યુ છે જેના કારણે ભારેથી અતિભારે વરસાદ થઈ રહ્યો છે. ઓરિસ્સા પર પણ એક લો પ્રેશર સર્જાયું છે. જામનગરમાં એરલિફ્ટ બાંગામાં ગ્રામજનોને સુરક્ષાદળોએ રેસ્ક્યૂ કર્યા
આ લો પ્રેશર ત્રીજા દિવસે મધ્ય પ્રદેશ સુધી આવી શકે છે. આના લીધે ક્યાંક ક્યાંક ભારેથી અતિભારે અને ક્યાંક અને ભારે વરસાદ થશે. જૂનાગઢ અને રાજકોટમાં અતિભારે વરસાદની સંભાવના છે. પાંચ દિવસમાં ખૂબ વધારે સક્રિય વરસાદ રહેશે. ગુજરાતમાં આગામી 5 દિવસોમાં વરસાદની સંભાવના છે. પરમ દિવસે પણ અતિભારે વરસાદની સંભાવના છે.