ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળ (Bhupendra Patel Cabinet re-shuffle) માટે આજે શપથવિધિ સમારોહ યોજાશે. ભારતીય જનતા પાર્ટી તરફથી છેલ્લી ઘડી સુધી કયા કયા મંત્રીઓ શપથ લેશે તેની યાદી જાહેર કરવામાં આવી ન હતી. જોકે, આજે સવારે 10 વાગ્યાથી ધારાસભ્યોને શપથ માટે ફોન Call શરૂ કરી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમ પહેલ ગઈકાલે એટલે કે 15 સપ્ટેમ્બરના રોજ યોજાનાર હતો પરંતુ તેને મુલતવી રાખવામાં આવ્યો હતો. 10 વાગ્યા બાદ શપથવિધિ માટે જે ધારાસભ્યોને ફોન Call આવી રહ્યા છે તેમાં ભાવનગર પશ્ચિમ બેઠક પરથી ધારાસભ્ય રહેલા જીતુ વાઘાણી ના નામનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સુરતના યુવા ધારાસભ્ય હર્ષ સંઘવીનું નામ પણ સામેલ છે. બીજી તરફ પંકજ દેસાઈને દંડત તરીકે યથાવત રાખવામાં આવ્યા હોવાના સમાચાર મળ્યા છે.
ભારતમાં સ્થપાશે દુનિયાનો સૌથી મોટો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ
નો-રીપિટ થિયરી:
પક્ષ તરફથી જે નામ જાહેર કરવામાં તેમાં કોઈને રિપીટ નથી કરવામાં આવ્યા. આથી પહેલાથી જે કયાસ લગાવવામાં આવી રહ્યો હતો કે પાર્ટી નો-રિપીટ થિયરી અપનાવી રહી છે તે સાચી સાબિત થઈ રહી છે. બીજી તરફ કૉંગ્રેસમાંથી રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીમાં આવેલા અને પેટા-ચૂંટણીને ધારાસભ્ય બનેલા ત્રણ જેટલા ધારાસભ્યોને મંત્રીપદ માટે ફોન આવ્યો છે. જેમાં બ્રિજેશ મેરજ, જે.વી.કાકડીય અને જીતુ ચૌધરીનો સમાવેશ થાય છે.
નીચે જુઓ શપથ માટે કોને કોને Call આવ્યા:
જગદીશ પંચાલ – નિકોલ
જીતુ વાઘાણી- ભાવનગર પશ્ચિમ
બ્રિજેશ મેરજા – મોરબી
નિમિષા સુથાર – મોરવા હડફ
ગજેન્દ્રસિંહ પરમાર -પ્રાંતિજ
દેવા માલમ -કેશોદ
નરેશ પટેલ-ગણદેવી
મુકેશ પટેલ -ઓલપાડ
જીતુ ચૌધરી – કપરાડા
રાઘવજી પટેલ- જામનગર ગ્રામ્ય
કનુભાઇ દેસાઇ- પારડી
હર્ષ સંઘવી- મજુરા
અરવિંદ રૈયાણી- રાજકોટ પૂર્વ
જે.વી.કાકડીયા – ધારી
ઋષિકેસ પટેલ- વિસનગર
કીર્તિસિંહ વાઘેલા- કાંકરેજ
પ્રદીપ પરમાર- અસારવા
આસ.સી. મકવાણા – મહુવા
કુબેર ડીંડોર- સંતરામપુર
કિરીટસિંહ રાણા- લિંબડી
રાજેન્દ્ર ત્રિવેદી- રાવપુરા