દેશમાં Cancer, Diabetes જેવી ગંભીર બીમારીઓની સારવાર હવે બ્લોક લેવલની હોસ્પિટલોમાં પણ થશે. આ માટે સરકાર 1.5 લાખ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો સ્થાપવા પર કામ કરી રહી છે. તેમાંથી 79 હજાર આરોગ્ય અને સુખાકારી કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ મંગળવારે આ જાણકારી આપી હતી .
આરોગ્ય મંત્રીએ કહ્યું છે કે હવે Cancer અને Diabetes જેવા રોગોની સારવાર પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કરવામાં આવશે. તેની તપાસ પણ અહીં કરવામાં આવશે. માંડવિયાએ જણાવ્યું હતું કે ગામડાઓથી શહેરો સુધી આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો ખોલવામાં આવી રહ્યા છે. આ કેન્દ્રોમાં ગંભીર રોગોની તપાસ અને સારવારની પણ વ્યવસ્થા હશે.
મનસુખભાઈ માંડવિયાએ કહ્યું કે એક જિલ્લામાં 90 થી 100 કરોડ રૂપિયા Infrastructure ના નિર્માણ પાછળ ખર્ચવામાં આવે છે. આ નાણાં આગામી 4-5 વર્ષમાં ખર્ચવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ડિસેમ્બર 2022 સુધીમાં 1.50 લાખ સ્વાસ્થ્ય અને સુખાકારી કેન્દ્રો ખોલવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. તેમાંથી 79,415 કેન્દ્રો કાર્યરત છે.
જનસુવિધા કેન્દ્રો પરથી Driving License ઈશ્યૂ કરવા તજવીજ, આરટીઓ કચેરી કે આઇટીઆઇ કચેરીમાં જવાથી મુકિત
સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ અત્યાર સુધીમાં 2.31 કરોડ લોકોની સારવાર કરવામાં આવી છે. તેમણે કહ્યું કે સામાન્ય માણસને સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરી પાડવા માટે હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ અને સુધારણા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. આ મિશન હેઠળ જરૂરી Infrastructure વિકસાવવામાં આવશે જેથી રોગોની તપાસ અને દેખરેખ રાખી શકાય.