વિવાદાસ્પદ એનેમી ડિસ્પ્યૂટ એકટ છે Saif Ali Khanની ૫ હજાર કરોડની સંપત્તિ : Saif Ali Khanના પરદાદાએ પરિવારમાંથી કોઈના નામે નહોતી કરી કરોડોની સંપત્તિઃ હમીદુલ્લા ખાને કયારેય તેમની તમામ મિલકત માટે વસિયતનામું બનાવ્યું નહોતું
Saif Ali Khan શાહી પરિવારમાંથી આવે છે. હરિયાણામાં આવેલા પટૌડી પેલેસ અને ભોપાલમાં તેની અન્ય પૈતૃક સંપત્તિને મળીને એકટર પાસે કુલ ૫ હજાર કરોડની સંપત્ત્નિ છે. જો કે, શું તમે જાણો છો કે Saif Ali Khan ૫ હજાર કરોડની સંપત્ત્િ।માંથી ચારેય બાળકોને એક રૂપિયો પણ નહીં આપી શકે? તમે એકદમ સાચુ વાંચ્યું.
Saif Ali Khanને Sara Ali Khan, Ibrahim Ali Khan, તૈમૂર અને જેહ એમ ચાર બાળકો છે. એક ન્યૂઝ પોર્ટલના રિપોર્ટ પ્રમાણે પટૌડી હાઉસ સંબંધિત તમામ સંપત્તિ અને બાકીની સંપત્તિ ભારત સરકારના વિવાદાસ્પદ એનેમી ડિસ્પ્યૂટ એકટ હેઠળ આવે છે અને આ એકટ હેઠળ આવતી કોઈ પણ મિલકત અથવા સંપત્તિના વારસદાર હોવાનો દાવો કોઈ કરી શકે નહીં.
રિપોર્ટ્સમાં તેમ પણ કહેવામાં આવ્યું છે કે, જો કોઈ વ્યકિત એનેમી ડિસ્પ્યૂટ એકટનો વિરોધ કરવા માગે છે અને કોઈ પણ મિલકત અથવા સંપત્તિ પર દાવો કરવા માગે છે અને લાગે છે કે તે યોગ્યરીતે તેમની છે, તો તેમણે હાઈકોર્ટમાં જવું પડશે, તેમાં નિષ્ફળ જતાં આગળનો વિકલ્પ તેમને સુપ્રીમ કોર્ટમાં દોરી જશે અને અંતમાં ભારતના રાષ્ટ્રપતિ સુધી.
Saifના પરદાદા, બ્રિટિશ શાન હેઠળના નવાબ હમીદુલ્લા ખાને કયારેય તેમની તમામ મિલકત માટે વસિયતનામું બનાવ્યું નહોતું. કારણ કે તેમને લાગતું હતું કે આમ કરવાથી પરિવારના સભ્યોમાં વિવાદ થઈ શકે છે.
આ દલીલો સરળ બનાવી શકે છે રસ્તો ઉલ્લેખનીય છે કે, Saifને પહેલી પત્ની અમૃતાથી સારા અને ઈબ્રાહિમ એમ બે બાળકો છે જયારે કરીના કપૂર સાથેના બીજા લગ્નથી તૈમૂર અને જેહ છે.
અમુક વર્ષ બાદ ભાડુઆત મિલકત (Property) નો માલિક બની શકે ? જાણો શું છે નિયમ ?
Saif Ali Khanના વર્ક ફ્રંટની વાત કરીએ તો, તે દ્યણા વર્ષો બાદ ફરી એકવાર રાણી મૂખર્જી સાથે ફિલ્મ ‘બંટી ઔર બબલી ૨’માં જોડી જમાવવાનો છે. જેમાં તેની સાથે સિદ્ઘાંત ચતુર્વેદી અને શારવરી વાદ્ય પણ લીડ રોલમાં છે. એકટર છેલ્લે અર્જુન કપૂર, જેકિલન ફર્નાન્ડીઝ અને યામી ગૌતમ સાથે ભૂત પોલીસમાં જોવા મળ્યો હતો.