બે પૈડાના વાહનો (Bike) ની ડિઝાઇન અને પાછળ બેસવાના નિયમોમાં ફેરફાર જાહેર
જો તમે બાળકોને આગળ કે પાછળ બેસીને મોટરસાઇકલ ચલાવો છો તો આ સમાચાર તમારા માટે છે. સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયએ બાળકોની સુરક્ષા માટે નિયમોમાં ફેરફાર કર્યો છે. કેન્દ્રની મોદી સરકારે બાળકોને Bike પર બેસાડવાના નિયમોને પહેલાથી વધારે સુરક્ષિત બનાવ્યા છે. આ પહેલા કેન્દ્ર સરકારે વધી રહેલી સડક દુર્દ્યટના પર રોક લગાવવા માટે બે પૈડાના વાહનોની ડિઝાઈન અને પાછળ બેસવાના નિયમમાં ફેરફાર કર્યો છે.
સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના મતે Bike ચલાવનાર બાળકોને સાથે લઇને રાઇડ પર જનાર લોકો માટે કેટલાક નવા નિયમોનું પાલન કરવું પડશે. આ પહેલા મંત્રાલયે Bikeની પાછળની સીટની બંને તરફ હેન્ડ હોલ્ડને અનિવાર્ય કર્યું હતું. હેન્ડ હોલ્ડ પાછળ બેસનારની સુરક્ષા માટે છે. Bike ચાલક અનાચક બ્રેક મારે ત્યારે હેન્ડ હોલ્ડ સવારી માટે દ્યણું મદદગાર સાબિત થાય છે.
નવા પ્રસ્તાવ પ્રમાણે ૪ વર્ષ સુધીના બાળકને મોટરસાઇકલની પાછળ બેસાડીને લઈ જતા સમયે Bike, સ્કૂટર, સ્કૂટી જેવા બે પૈડાના વાહનની સ્પીડ લિમિટ ૪૦ કિમી પ્રતિ કલાકથી વધારે ના હોવી જોઈએ.
બે પૈડાના વાહન ચાલક પાછળ બેસનાર ૯ મહિનાથી ૪ વર્ષના બાળક માટે ક્રેશ હેલ્મેટ પહેરાવવામાં આવશે.
એક નજર : Modi પહેલા અને Modi પછીનું ભારત
મોટરસાઇકલ ચાલક એ સુનિશ્ચિત કરશે કે ૪ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પોતાની સાથે Bike કે સ્કૂટર પર બાંધી રાખવા માટે સેફ્ટી હાર્નેસનો ઉપયોગ કરશે.