ડ્રગ્સ કિંમતના રેગ્યુલેટર નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈસિંગ ઓથોરિટીએ કહ્યું કે તેણે ૧૨ એન્ટી-ડાયાબેટિક જનરિક મેડિસિન માટે મોટાભાગની કિંમતો નક્કી કરી દીધી છે. તેમણે જણાવ્યું કે તેમાં glimepiride ટેબલેટ, metformin, ગ્લૂકોઝ ઈન્જેકશન અને ઈન્ટરમીડિએટ એકિટંગ ઈન્સ્યુલિન સોલ્યુશન શામેલ છે. ડ્રગ્સ કિંમતના રેગ્યુલેટરે એક ટ્વીટાં કહ્યું કે દરેક ભારતીય માટે ડાયાબિટીઝ જેવી બિમારીઓની સારવારને સફળ બનાવવા માટે, NPPAએ ૧૨ એન્ટી ડાયાબેટિક જનરિક દવાઓની કિંમતો પર મર્યાદાને નક્કી કરવાનું પગલું ભર્યું છે.
આ દવાઓમાં 1mgની glimepiride ટેબલેટ શામેલ છે. જેની કિંમત ૩.૬ રૂપિયા પ્રતિ ટેબલેટ નક્કી કરવામાં આવી છે. તેમાં 2 mg માટે વધુમાં વધુ મર્યાદા ૫.૭૨ રૂપિયા પ્રતિ ટેબલેટ રાખવામાં આવી છે. ૨૫ ટકા સુધીના ગ્લુકોઝ ઈન્જેકશન માટે વધુમાં વધુ કિંમત ૧૭ પૈસા રાખવામાં આવી છે. જયારે 1ml insulin (soluble) ઈન્જેકશન માટે વધુમાં વધુ કિંમત ૧૫.૦૯ રૂપિયા રહેશે.
આ રીતે ૪૦ IU/ml સુધીના 1 ml વાળા ઈન્ટમીડિએટ એકિટંગ (NPH) સોલ્યુશન ઈન્સ્યૂલિન ઈન્જેકશનની વધુમાં વધુ ૧૫.૦૯ રૂપિયા નક્કી કરવામાં આવી છે. જયારે 1 ml ના premiએ ઈન્સ્યૂલિન ૩૦:૭૦ ઈન્જેકશન ૪૦ IU/ml સુધી ની કિંમત પણ ૧૫.૦૯ રૂપિયા રાખવામાં આવી છે.
NPPAએ આગળ કહ્યું કે ૫૦૦ પાવર વાળી metformin ઈમીડિએટ રિલીઝ ટેબલેટ માટે વધુ કિંમત ૧.૫૧ રૂપિયા પ્રતિ ટેબલેટ પર નક્કી કરવામાં આવી છે. જયારે ૭૫૦mg વાળી દવાઓની કિંમત ૩.૦૫ રૂપિયા પ્રતિ ટેબલેટ અને ૧,૦૦૦ mgની તાકાત વાળાની કિંમત ૩.૬૧ રૂપિયા પ્રતિ ટેબલેટ રહેશે.
મોદી સરકારની જાહેરાત: અલગ અલગ બિમારીઓમાં ઉપયોગમાં લેવાતી 39 દવાઓ થશે સસ્તી, મોટી રાહત થશે
NPPAએ જણાવ્યું કે 1000mgના પાવર વાળા metformin કંટ્રોલ રિલીઝ ટેબલેટની વધુમાં વધુ કિંમત ૩.૬૬ રૂપિયા રહેશે. તે ઉપરાંત ૭૫૦mgના પાવરની સાથે આ દવાઓની કિંમત ૨.૪ રૂપિયા પ્રતિ ટેબલેટ છે. ૫૦૦mgપાવર વાળી metformin કંટ્રોલ રિલીઝ ટેબલેટ માટે વધુમાં વધુ કિંમત ૧.૯૨ રૂપિયા પ્રતિ ટેબલેટ પર નક્કી કરવામાં આવી છે.