શેરી Garba ને મંજૂરી
ક્લબ-પાર્ટી પ્લોટમાં આયોજન નહીં
નવરાત્રીને લઇને સરકારની જાહેરાત
કોરોનાકાળના 2 વર્ષના લાંબાગાળા બાદ ગુજરાતમાં આગામી નવરાત્રી દરમિયાન શેરી Garbaના આયોજનની ભૂપેન્દ્ર પટેલ સરકારે મંજૂરી આપી છે. આ સત્તાવાર જાહેરાત રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવેલી છે.
રાત્રી કર્ફ્યૂના સમયમાં પણ અપાઈ છૂટછાટ
ગૃહવિભાગે કરેલ જાહેરાત પ્રમાણે, કલબ કે પછી પાર્ટીપ્લોટમાં Garba યોજી શકાશે નહીં. તો આ સાથે જ નવરાત્રી દરમિયાન રાત્રી કર્ફ્યૂના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. રાત્રી કર્ફ્યૂનો સમયગાળો રાતના 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીનો રહેશે. રાજ્ય સરકારના નિર્ણયને પગલે ખેલૈયાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
મોટી મોટી ક્લબો દ્વારા Garba નું આયોજન રદ્દ કરાયું
સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્ય સરકાર આગામી પરિસ્થિતિને આધીન નિર્ણય લેશે. લોકોની ધાર્મિક આસ્થા પ્રમાણે છૂટછાટ આપવામાં આવશે. અમદાવાદની પ્રતિષ્ઠિત કલબોએ નવરાત્રીનું આયોજન રદ્દ કર્યું છે. રાજપથ, કર્ણાવતી સહિતને કલબોએ નવરાત્રીનું આયોજન રદ્દ કરી દીધું છે. ક્લબમાં હજારો મેમ્બર અને સરકારે જાહેર કાર્યક્રમોમાં 400 લોકોની મંજૂરી આપી છે. ત્યારે સરકારની ગાઇડલાઇન મુજબ આયોજન કરવું અશક્ય છે. ત્યારે અમદાવાદ શહેરની મોટી ક્લબોમાં Garba નહીં થાય.
Google IO 2021 : ANDROID 12 માં આવ્યા પ્રાઈવસી માટે અનેક ફીચર્સ !!
માસ્ક સાથે Garba શક્ય નથી
આ મામલે આયોજકોએ જણાવ્યું છે કે, માસ્ક સાથે Garba થઇ શકે નહિ. અને મોટા મેદાનમાં ઓછા ક્રાઉડ સાથેનું આયોજન મોંઘુ પડે છે. ત્યારે હાલના સમય પ્રમાણે દેશમાં કોરોના ની ત્રીજી લહેરની આશંકા જણાઈ રહી છે ત્યારે આ ત્રીજી લહેરના આગમન પૂર્વે કોઈ પણ રિસ્ક લેવા માંગતા નથી. નોંધનીય છે કે ગયા વર્ષે નવરાત્રી દરમ્યાન જાહેરમાં ખુલ્લી જગ્યાએ ગરબી/ મૂર્તિની સ્થાપના અને પૂજા આરતી કરવા માટે છૂટ આપવામાં આવી હતી અને 20થી વધુ લોકોને ભેગા ન થવા માટે સ્પષ્ટપણે જણાવ્યું હતું ત્યારે હવે આ વખતે પણ આ પ્રમાણે જ આયોજન કરવામાં આવી શકે છે.