ભારતમાં કોરોના માંથી બહાર આવ્યા બાદ લોકોએ હવે માંડ રાહત અનુભવી છે. પોસ્ટ કોવિડ અસરોના રૂપમાં સામને આવેલ અને મહામારી જાહેર થઇ ચૂકેલ Black Fungus એટલે કે મ્યુકોરમાઇકોસિસ જેવી ખતરનાક બીમારીના કેસોમાં ઘટાડો થતા લોકોને રાહતની આશા હતી પરંતુ હવે Fungusના ડબલ એટેકે આરોગ્ય નિષ્ણાતોમાં ચિંતા વધારી દીધી છે.
ગાઝિયાબાદના વૈશાલી ખાતે આવેલ મેક્સ હોસ્પિટલમાં એક જ દર્દીમાં Fungusના ડબલ એટેકનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગત અઠવાડિયે યુપીથી અહીં આવેલા દર્દીમાં Black Fungus અને White Fungus બંને મળી આવ્યા છે. દર્દીની સર્જરી કરનારા ડોક્ટરોનું કહેવું છે કે કોરોનાની બીજી લહેર બાદ એપ્રિલમાં Black કે White Fungusના દર્દીઓમાં માત્ર એક જ રોગ જોવા મળી રહ્યો હતો, પરંતુ હવે બંને રોગો એક જ દર્દીમાં જોવા મળવા ચિંતાની વાત છે.
દર્દીની સારવાર કરી રહેલા મેક્સ હેલ્થકેરના ઇન્ટરનલ મેડિસિન વિભાગના સિનિયર કન્સલ્ટન્ટ ડો.નિશેષ જૈને જણાવ્યું હતું કે આ દર્દીને નાકમાં કંઈક ફસાયું હોવાના અને નાકની એક બાજુ સતત ગંધ આવતી હોવાની ફરિયાદને લઈને હોસ્પિટલમાં ગત સપ્તાહે દાખલ કરવામાં આવ્યો હતો. દર્દીએ જણાવ્યું કે તેને એપ્રિલ મહિનામાં કોવિડ પણ થયો હતો. ત્યારબાદ, દર્દીના નાકની તપાસ કરવામાં આવી. તેની, ઈન્ડાયરેક્ટ લેરીંગોસ્કોપી દરમિયાન જાણવા મળ્યું કે તેના નાકમાં Black Fungus છે. તો, સર્જરી કરીને Black Fungus હટાવવામાં આવી તો તેની નીચે White Fungus પણ મળી આવી હતી.
ડો. જૈન કહે છે કે આ દર્દીમાં મ્યુકોરમાઇકોસિસ માત્ર નાક સુધી જ નહિ પરંતુ મગજ સુધી ફેલાઈ ગયું હતું. ડોક્ટરોએ દર્દીની સર્જરી કર્યા બાદ તેને એન્ટી ફંગલ દવાઓ આપી હતી. હાલ તે જોખમની બહાર છે, જૈન કહે છે કે આ પહેલા એક મહિલાનું બ્રેન ક્લચર ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો તો તેનામાં પણ એક સાથે બંને Fungus મળી આવ્યા હતા. તેની પણ સર્જરી કરવામાં આવી અને Fungus બહાર કાઢવામાં આવ્યું. જોકે, ચિંતાની વાત તો એ છે કે હવે બંને બીમારીઓ એક સાથે સામે આવવાના કેસ સામે આવવા લાગ્યા છે.
Black Fungus ને રોકવા માટેની ૩ સરળ ટીપ્સ
આ છે લક્ષણો, દર્દીઓ ખાસ ધ્યાન
ડો. નિશેષ જૈન કહે છે કે દર્દીમાં બંને Fungus એક સાથે હોવાની જાણ તપાસમાં જ થઇ શકે છે. પરંતુ જો દર્દીમાં Black Fungus અથવા White Fungusના નીચે આપેલ લક્ષણો હોય તો તેમણે ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
નાક સતત બંધ રહેતું હોય, નાક માંથી જો સતત ગંધ આવતી રહે અને લાગે કે કંઈક જમા થઇ રહ્યું હોય અને સંપૂર્ણ રીતે ન નીકળી રહ્યું હોય અથવા કાળો-કાળો પદાર્થ નીકળતો હોય તો તેની તપાસ કરવી જરૂરી છે.
જો Black Fungus કે White Fungus હોય તો નાકમાં જમાવની સાથે થોડો તાવ પણ આવી શકે છે.
ભૂખ પણ ઓછી થઇ જાય
તેની સાથે માથાનો દુખાવો અને આંખોમાં લાલાશ સાથે સોજો પણ આવી શકે છે.
શરીરના સાંધામાં દુખાવો થાય છે અને વધારે ઉલ્ટી પણ થઇ શકે છે
જો Fungusની અસર મગજ સુધી પહોંચી જાય તો સમજવાની વિચારવાની ક્ષમતા પર પણ અસર થઇ શકે છે, દર્દી જલ્દી નિર્ણય કરી નથી શકતા અને બોલવામાં પણ તકલીફ હોવાનું અનુભવાય
દર્દીની ચામડી પર નાની નાની ફોલ્લીઓ નીકળી આવે અને નાકમાં પપડી જેવું જમા થવા લાગે તો તુરંત ડોક્ટરને બતાવો..