Aadhaar Card New Rule: આધારને લગતા એક મોટા સમાચાર મળી રહ્યાં છે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ આધાર બનાવવાની પ્રક્રિયામાં ફેરફાર કર્યો છે. UIDAI એ માહિતી આપી છે કે હવે બાળકના જન્મ પ્રમાણપત્ર અથવા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જની સ્લિપ સાથે માતાપિતામાંથી એકના આધાર કાર્ડ દ્વારા બાળકનું આધાર કાર્ડ (Baal Aadhaar Card New Rule) માટે અપ્લાય કરી શકાય છે.
આધાર કાર્ડના નિયમો બદલાયા
ખરેખર, બાલ આધાર એ આધાર કાર્ડનું બ્લૂ કલરનું વેરિએન્ટ છે, જે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે જારી કરવામાં આવે છે. પરંતુ હવે નવા નિયમ હેઠળ, પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે બાયોમેટ્રિક ડિટેલ્સની જરૂર રહેશે નહીં. 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે બાયોમેટ્રિક (ફિંગરપ્રિન્ટ અને આઇ સ્કેન) ની જરૂરિયાત દૂર કરવામાં આવી છે. તે જ સમયે, જ્યારે બાળક પાંચ વર્ષનું થાય ત્યારે ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ જરૂરી રહેશે.
PAN CARD ને Invalid થતાં બચાવી લો: દેશની સૌથી મોટી બેંકે ગ્રાહકોને આપી છે ચેતવણી, કરજો આ કામ
જરૂરી ડોક્યુમેન્ટ્સ
બાળ આધાર બનાવવા માટે પાસપોર્ટ, પાન કાર્ડ, વોટર આઈડી, ડ્રાઈવિંગ લાયસન્સ, નરેગા જોબ કાર્ડ વગેરે સામેલ છે. સરનામાના પુરાવા તરીકે ઉપયોગ કરી શકાય તેવા દસ્તાવેજોમાં પાસપોર્ટ, બેંક સ્ટેટમેન્ટ / પાસબુક, પોસ્ટ ઓફિસ એકાઉન્ટ સ્ટેટમેન્ટ, રેશન કાર્ડ વગેરેનો સમાવેશ થાય છે.
આ રીતે બનાવો તમારા બાળકનું બાળ આધાર
બાળકને આધાર બનાવવા માટે સૌથી પહેલા UIDAI ની વેબસાઈટ પર જાઓ.
હવે અહીં આધાર કાર્ડ રજીસ્ટ્રેશનનો વિકલ્પ પસંદ કરો.
હવે જરૂરી વિગતો ભરો, જેમ કે બાળકનું નામ અને અન્ય બાયોમેટ્રિક માહિતી ભરો.
હવે રહેણાંક સરનામું, વિસ્તાર, રાજ્ય જેવી વસ્તી વિષયક વિગતો ભરો અને સબમિટ કરો.
આધાર કાર્ડ માટે રજીસ્ટ્રેશન સુનિશ્ચિત કરવા માટે ‘એપોઇન્ટમેન્ટ’ વિકલ્પ પર ક્લિક કરો.
નજીકના એનરોલમેન્ટ સેન્ટર પસંદ કરો, તમારી એપોઇન્ટમેન્ટ શેડ્યૂલ કરો અને ફાળવેલ તારીખે ત્યાં જાઓ.
એનરોલમેન્ટ સેન્ટર પર બનશે આધાર
એનરોલમેન્ટ સેન્ટર પર ઓળખનું પ્રમાણ, સરનામાનું પ્રમાણ, સંબંધનું પ્રમાણ અને જન્મ તારીખ જેવા જરૂરી ડોક્યુમેન્ટ્સ તમારી સાથે લઇ જાઓ. કેન્દ્ર પર હાજર આધાર અધિકારી પાસે તમામ ડોક્યુમેન્ટ્સ ચેક કરાવી લો. જો તમારુ બાળક પાંચ વર્ષથી વધુ ઉંમરનું છે તો બાયોમેટ્રિક ડેટા લેવામાં આવશે. પરંતુ પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળક માટે બાયોમેટ્રિક ડેટાની જરૂર નહી પડે. ફક્ત ડેમોગ્રાફિક ડેટા અને ચહેરાની ઓળખ જ જરૂરી છે.
90 દિવસમાં આવી જશે બાળ આધાર
આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયા પછી, માતાપિતાને તેમની અરજીની પ્રક્રિયાને ટ્રેક કરવા માટે એક એકનોલેજમેન્ટ નંબર મળશે. તે પછી 60 દિવસની અંદર રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક SMS પ્રાપ્ત થશે. બાલ આધાર કાર્ડ 90 દિવસની અંદર તમારા સુધી પહોંચી જશે.