Mumbaiના 156 રનનો પડકાર KKR એ ત્રણ વિકેટ ગુમાવી 16મી ઓવરના પ્રથમ બોલે 159 રન કરીને પાર કરી લીધો.
MI અને KKR વચ્ચે IPL 2021 ની 34 મી મેચ રમાઇ હતી. અબુધાબીમાં રમાયેલી મેચમાં KKR એ ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ રન ચેઝ કરવાની રણનિતી અપનાવી હતી. મુંબઇની ટીમે ટોસ હારીને મેદાને ઉતરતા સારી શરુઆત કરી હતી. મુંબઇએ 20 ઓવરના અંતે 6 વિકેટે 155 રન કર્યા હતા. કલકત્તાએ 156 રનના પડકારને ત્રણ વિકેટ ગુમાવી 16મી ઓવરના પ્રથમ બોલે 159 રન કરીને પાર કરી લીધો હતો.
આ સાથે જ Mumbai Indians હવે પોઇન્ટ ટેબલમાં પણ છઠ્ઠા સ્થાને પાછળ ધસી ગયુ હતુ. જ્યારે KKR હવે ચોથા સ્થાને પહોંચી ગયુ છે. આમ રોહિત શર્માની ટીમને મોટો ફટકો હાર સાથે લાગ્યો છે. કલકત્તાના ઓપનર વેંકટેશન ઐયર અને રાહુલ ત્રિપાઠી એ અર્ધશતક લગાવ્યા હતા.
રન ચેઝ કરવાની યોજના મુજબ જ કલકત્તાએ તેની રમત શરુ કરી હતી. શરુઆત થી જ આક્રમક રમત અપનાવી હતી. ઓપનર શુભમન ગિલે જોકે ઝડપ થી વિકેટ ગુમાવી હતી. તેને બુમરાહે ક્લીન બોલ્ડ કર્યો હતો. ગિલે 9 બોલમાં 13 રન 1 છગ્ગા અને 1 ચોગ્ગાની મદદ થી કર્યા હતા. તેની વિકેટ ત્રીજી ઓવરના અંતિમ બોલે 40 રનના ટીમના સ્કોર પર ગુમાવી હતી.
ઓપનર વેક્ટેશ ઐયરે જબરદસ્ત ઝડપી રમત રમી હતી. 3 છગ્ગા અને 4 ચોગ્ગાની મદદ થી 30 બોલમાં તેણે 53 રન કર્યા હતા. તેને બુમરાહે ક્લીન બોલ્ડ કરીને પેવેલિયન પરત મોકલ્યો હતો. જોકે ત્યાં સુધીમાં ઐયરે તેનુ કામ રાહુલ ત્રિપાઠી સાથે મલીને પુરુ કરી લીધુ હતુ. રાહુલ ત્રિપાઠીએ પણ ઝડપી રમત રમી હતી. તેણે શાનદાર અર્ધશતક લગાવ્યુ હતુ. ત્રિપાઠીએ 42 બોલમાં 74 રન કર્યા હતા. તેણે 3 છગ્ગા લગાવ્યા હતા. કેપ્ટન ઇયોન મોર્ગને 8 બોલમાં 7 રન કર્યા હતા. જે વિકેટ પણ બુમરાહે મેળવી હતી.
જસપ્રિત બુમરાહને બાદ કરતા મુંબઇના બોલરો વિકેટ મેળવવા અને રન બચાવવા માટે સંઘર્ષ કરતા રહ્યા હતા. બુમરાહે 3 વિકેટ મેળવી હતી. જેમાં પ્રથમ બંને વિકેટ તેણે ઓપનરોને ક્લિન બોલ્ડ કરીને મેળવી હતી. ત્રીજી વિકેટ તેણે મોર્ગનના રુપમાં મેળવી હતી. બુમરાહે 5 વાઇડ બોલ આપ્યા હતા.
Mumbaiની ટીમ ટોસ હારીને મેદાને ઉતરી હતી. શરુઆત મુંબઇની જબરદસ્ત રહી હતી. જોકે ઓપનર રોહિત શર્મા અને ત્યાર બાદ સૂર્યકુમાર યાદવની વિકેટ ગુમાવતા સ્કોર બોર્ડની ગતી ધીમી થઇ હતી. ક્વીન્ટન ડીકોકે જબરદસ્ત રમત રમીને અર્ધશતક જમાવ્યુ હતુ. 24 બોલમાં 55 રન તેણે કર્યા હતા. ડિકોકે 3 શાનદાર છગ્ગા અને 4 ચોગ્ગા લગાવ્યા હતા.
રોહિત શર્માએ 30 બોલમાં 33 રન કર્યા હતા. તેણે ઇનીંગ દરમ્યાન 4 ચોગ્ગા લગાવ્યા હતા. સુનિલ નરેનના બોલ પર તે ગિલના હાથે કેચ ઝડપાયો હતો. સૂર્યકુમાર 10 બોલનો સામનો કરી 5 રન કરીને વિકેટ ગુમાવી બેઠો હતો. ઇશાન કિશન 13 બોલમાં 14 રન કરીને આઉટ થયો હતો. તેણે એક છગ્ગો લગાવ્યો હતો. કિયરોન પોલાર્ડે 15 બોલનો સામનો કરીને 21 રન કર્યા હતા. તે રન આઉટ થતા પેવેલિયન પરત ફર્યો હતો. ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાએ 9 બોલમાં 12 રન કર્યા હતા. તેણે એક શાનદાર સિક્સ લગાવી હતી. સૌરભ તિવારી એ 5 રન અને એડમ મિલ્ને એક રન કરીને અણનમ રહ્યા હતા.
Mi Mix 4 SmartPhone ના ફીચર થી ડર્યું ચીન, Xiaomi ને નવા સ્માર્ટફોન માંથી ફીચર હટાવવા આદેશ
શાનદાર બેટીંગ ઇનીંગની શરુઆત કરનાર જોડીને સુનિલ નરેન તોડવામાં સફળ રહ્યો હતો. તેની આ વિકેટને લઇને કલકત્તાને મુંબઇની ટીમની એક્સ્પ્રેસ ગતી રોકવામાં મદદ મળી હતી. નરેને 4 ઓવરમાં 20 રન ગુમાવીને એક વિકેટ ઝડપી હતી. પ્રસિદ્ધ કૃષ્ણાએ 2 વિકેટ ઝડપી હતી. લોકી ફરગ્યુશને 2 વિકેટ ઝડપી હતી. મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીએ 4 ઓવરમાં 22 રન આપ્યા હતા. જોકે તે વિકેટ ઝડપવાથી નિરાશ રહ્યો હતો. આંદ્રે રસેલ ખર્ચાળ બોલર રહ્યો હતો. તેણે 12.30 ની ઇકોનોમી સાથે 3 ઓવરમાં 37 રન આપ્યા હતા.