ગુજરાત સરકારે માર્ગ મરામત મહા અભિયાન શરૂ કર્યુ, જનતા પાસે Road ને લઇને સમસ્યા માટે મગાવી વિગતો
1થી 10 ઓક્ટોબર સુધી ચાલશે માર્ગ મરામત મહાઅભિયાન
ગુજરાતની ભૂપેન્દ્ર સરકાર એક બાદ એક મોટા નિર્ણય લઈ રહી છે. તમામ મંત્રી પણ પોત પોતાના ખાતે ફળવાયેલા મંત્રાલયોમાં સારામાં સારા કામ થાય તે માટે મથી રહ્યા છે.
ગુજરાતમાં છેલ્લા 15 દિવસમાં અનેક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે. જેના કારણે શહેરથી માંડીને ગામડાના Road ખખડધજ હાલતમાં થઈ ગયા છે જેને રીપેર કરવા ગુજરાત સરકાર દ્વારા માર્ગ મરામત મહા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. કેબિનેટ મંત્રી પુર્ણેશ મોદીએ ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી છે.
માર્ગ મરામત મહાઅભિયાન
=================
તા-1થી 10 ઓક્ટોબર 2021 સુધી ગુજરાત સરકાર હસ્તકના માર્ગમાં ખાડા કે મરામત નો પ્રશ્ન હોય તો,https://t.co/TIvQVZjpmJ અથવા
ઈમેલ ઉપર કરવા માટે
[email protected]@narendramodi @AmitShah @JPNadda @Bhupendrapbjp @CRPaatil pic.twitter.com/ELxno40dSR— Purnesh Modi ( Modi ka Parivar) (@purneshmodi) September 22, 2021
1થી 10 ઓક્ટોબર સુધી ચાલશે માર્ગ મરામત મહાઅભિયાન
આવતા સપ્તાહથી ગુજરાત સરકારે માર્ગ મરામત મહા અભિયાન શરૂ કરવા જઈ રહી છે. ગુજરાત ભરમાં 1થી 10 ઓક્ટોબર સુધી માર્ગ મરામત મહાઅભિયાન ચાલશે જેમાં નાના Roadથી માડી હાઇવે પર વરસાદને કારણે પેલા ખાડાઓને થિગડા મારવામાં આવશે એટલે કે મોટા પાયે રિપેરિંગ કરવામાં આવશે. આ માટે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા નવો નુસખો અપનાવવામાં આવ્યો છે. જેમાં ઓનાલાઈન તમારી આપપાસના ખરાબ Road જે રીપેર કરવા લાયક હોય તો તેની વિગતો સરકારે આપેલા વોટ્સએપ નંબર પરથી જાણી વિભાગે બહાર પાડેલા ઈમેલ એડ્રેસ પર માગેલી તમામ વિગતો સાચી ફોટા સાથે ભરવાની રહેશે. જેથી આવતા સપ્તાહમાં 1 થી 10 તારીખની વચ્ચે Road રીપેર થઈ જાય.
Road રીપેર કરાવવા શું કરવું?
માર્ગની મરામત માટે વોટ્સએપ નંબર દ્વારા જાણ કરી શકાશે, જે માટે 99784 03669 વોટ્સએપ નંબર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં તમારૂ નામ,મોબાઇલનંબર મોકલવાનો રહેશે
મરામતવાળી જગ્યાનું પુરૂ સરનામું આપો, ગામનું નામ,તાલુકો અને જિલ્લાનું નામ આપો, પીનકોડ સહિતનું સંપૂર્ણ સરનામું મોકલો સાથે જ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ એ પણ અપીલ કરી છે કે માત્ર વોટ્સએપ દ્વારા જ વિગત આપો અથવા તા-1થી 10 ઓક્ટોબર 2021 સુધી ગુજરાત સરકાર હસ્તકના માર્ગમાં ખાડા કે મરામત નો શ્ન હોયતો , https://shorturl.at/gkwzR અથવા ઈમેલ ઉપર કરવા માટે [email protected] પર જઈ તમારે વિગતો ઓનલાઇન ભરવાની રહેશે.
Deputy CM Nitin Patel ની અગત્યની જાહેરાત, લાખો વાહનચાલકોને ફાયદો, અહી Toll Tax વસુલાશે નહી.
માર્ગ મરામત મહાઅભિયાન
ગુજરાત સરકાર હસ્તકના Road માં મરામતની જરૂર હોય તો વિગત મોકલો
વોટ્સએપ નંબર 9978403669 પર વિગત મોકલો
તમારૂ નામ,મોબાઇલનંબર મોકલવાનો રહેશે
મરામતવાળી જગ્યાનું પુરૂ સરનામું આપો
ગામનું નામ,તાલુકો અને જિલ્લાનું નામ આપો
પીનકોડ સહિતનું સંપૂર્ણ સરનામું મોકલો
માત્ર વોટ્સએપ દ્વારાજ વિગત આપવા કરી વિનંતી
કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ કરી અપીલ