Crackers ફોડવા માટે સરકારે જાહેરનામું બહાર પાડ્યું
રાતે 8 થી 10 ના સમયગાળામાં ફટાકડા ફોડી શકશો
Green ફટાકડા ફોડવા માટે સરકારનો આગ્રહ
દિવાળીમાં ફટાકડા ફોડવાને લઈને ગુજરાત સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યા છે. જેને અંતર્ગત રાત્રે 8 થી લઈને 10 વાગ્યા સુધીજ ફટકાડા ફોડી શકાશે.
સપ્રિમ કોર્ટના આદેશ મુજબ ફટાકડા ફોડવાને લઈને રાજ્ય સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે. જેથી દરેકે લોકોએ રાતે 8 થી 10ના સમયગાળામાં ફટાકડા ફોડવા પડશે,
Green Crackers ફોડવા પર મંજૂરી
Green ફટાકડા તેમજ માન્યતા પ્રાપ્ત ફટાકડા ફોડવા માટેની મંજૂરી આપવામાં આવી છે. જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંઘ લાદી દેવામાં આવ્યો છે. સાથેજ ક્રિસમસ અને નૂતન વર્ષમાં રાતે 11.55 થી 12.30 સુધી ફટાકડા ફોડી શકાશે.
કેવી હોય છે Green Crackers ?
આપને જણાવી દઈએ કે Green Crackers રાષ્ટ્રીય અભિયાન્ક્ષિક સંશોધન સંસ્થાએ શોધ્યા છે. દેખાવમાં આ ફટાકડા સામાન્ય ફટાકડા જેવાજ હોય છે. સાથેજ Green ફટાકડાનો અવાજ પણ સામાન્ય ફટાકડા જેવો હોય છે. ઉપરાંત આ ફટાકડા 50 ટકા પ્રદુષણ ઓછું ફેલાવે છે. જેમા સામાન્ય ફટાકડા કરતા અલગ મટિરિયલ વાપરવામાં આવે છે.
રાત્રીના 10 પછી ફટાકડા (Crackers) ફોડવા ઉપર પ્રતિબંધ : ફટાકડા વેચી કે ફોડી શકાશે નહીં
શું ફાયદા છે Green Crackersના ?
ઉલ્લેખનીય છે કે Green ફટાકડાને કારણે ધ્વનિ પ્રદૂષણ ઘટે છે. સાથેજ વાતાવરણમાં પણ વાયુ પ્રદૂષણ 50 ટકા જેટલું ઓછું થાય છે. આપને જણાવી દઈએ કે Green ફટાકડાને કારણે વાતાવરણમાં વાયુ પ્રદુષણ 50 ટકા ઘટી જાય છે. આ ફટાકડાથી ધૂમડો પણ ઓછો થાય છે અને નુકસાનકારક ગેસ પણ ઓછો પેદા નથી થતો. સાથેજ વાતાવરણમાં સુગંધ પણ પ્રસરી જાય છે.