ગુરુવારે રાત્રે પળવારમાં આખી દુનિયાને ખબર પડી ગઇ કે FACEBOOK નું નામ બદલીને મેટા કરી લીધું છે. કંપનીના સીઇઓ માર્ક ઝકરબર્ગે ગઇ કાલે જાહેરાત કરી. પરંતુ ઘણા લોકોના મનમાં એવા સવાલ છે કે FACEBOOK નું નામ બદલવાની જરૂરિયાત કેમ ઉભી થઇ? ઝકરબર્ગે મેટા નામ કેમ રાખ્યું? શું સાથે ઇન્સ્ટાગ્રામ, વ્હોટસએપના નામ પણ બદલાશે? તો તમારા મનમાં ઉભા થતા સવાલના જવાબ અમે અહીં આપીશું.
હકિકતમાં, માર્ક ઝકરબર્ગ એવું ઇચ્છે છે કે તેની કંપની માત્ર સોશિયલ મીડિયા કંપની તરીકે જ ન ઓળખવામાં આવે. કંપની સોશિયલ મીડિયાથી આગળ વધીને મેટાવર્સ વર્લ્ડની તૈયારી કરી રહી છે. એના માટે 10 હજાર લોકોને હાયર પણ કરવામાં આવશે, જે મેટાર્વસ બનાવવામાં કંપનીને મદદ કરશે. મેટાવર્સને તમે વર્ચુઅલ રિઆલિટી તરીકે સમજી શકો છો.
મતલબ કે એક એવી દુનિયા જયાં લોકોની હાજરી ડિજિટલ રીતે રહેશે. લોકો ડિજિટલી એકબીજાને મળી શકશે. મેટાવર્સ પર માત્ર FACEBOOK જ નહી, પરંતુ માઇક્રોસોફટ જેવી મોટી કંપનીઓ પણ રોકાણ કરી રહી છે. જો કે ઝકરબર્ગ ઘણાં વહેલાં સમયથી વર્ચુઅલ રિઆલિટી અને ઓગમેંટેડ રિઆલિટી પર મોટું રોકાણ કરતા આવ્યા છે.
તો આટલી વાતમાં તમને સમજ પડી ગઇ હશે કે મેટાવર્સની દુનિયામાં આગળ વધવા માટે FACEBOOKએ પોતાનું નામ બદલીને મેટા કરી દીધું છે. કંપનીની એવી કોશિશ છે કે લોકો FACEBOOKને માત્ર સોશિયલ મીડિયા તરીકે જ ન ઓળખે. હવે નામ બદલ્યા પછી કંપની તરફથી ટુંક સમયમાં અનેક મોટી જાહેરાતો સામે આવી શકે છે.
તમને એ વાત જણાવી દઇએ કે જે નામ બદલીને મેટા કરવામાં આવ્યું છે તે પેરંટ કંપની માટે છે, મતલબ કે કંપની તરીકે FACEBOOKનું નામ બદલીને મેટા કરવામાં આવ્યું છે. પરંતુ પ્લેટફોર્મ તરીકે નામ FACEBOOK જ રહેશે. ઉપરાંત કંપનીના અન્ય પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ, વ્હોટસએપને આ જ નામથી ઓળખવામાં આવશે. મતલબ કે નામ બદલાવાને કારણે યૂઝર્સને કોઇ ફરક પડવાનો નથી.
Facebook સર્વર ડાઉન થયા બાદ Mark Zuckerbergને મોટું નુકસાન, માત્ર 7 કલાકમાં ગુમાવ્યા 600 કરોડ ડૉલર
મેટાવર્સ શબ્દને લેખક નીલ સ્ટીફસને પોતાની વિજ્ઞાન કથા નોવેલ સ્નો ફ્રેશમાં સૌથી પહેલાં ઉલ્લેખ કર્યો હતો. આ નોવેલ 1992માં પ્રકાશિત થઇ હતી. લેખકે મેટાવર્સને એક રીતે 3D આભાસી દુનિયા તરીકે બતાવી હતી.
મેટાવર્સ એ આમ તો ખુબ જટિલ શબ્દ છે, પરંતુ જો સરળ ભાષામાં કહીએ તો મેટાવર્સ એક પ્રકારની વર્ચુઅલ દુનિયા હશે. આ ટેકનિકથી તમે વર્ચુઅલ ઓળખ દ્રારા ડિજિટલ દુનિયામાં પ્રવેશ કરી શકશો, મતલબ કે એક સમાંતર વિશ્વ ઉભું થશે જયાં તમારી અલગ ઓળખ હશે. એ સમાંતર દુનિયામાં તમે ફરવાથી માંડીને સામાન ખરીદવા, સંબધી, મિત્રોને મળવા સુધીના કામ કરી શકશો.