ગાડી લઈને નિકળતા પહેલા આ ખાસ વાંચજો
પાંચ વર્ષ સુધી માન્ય હોય છે Fastag
Fastag માટે વેલિડિટી નક્કી કરવામાં આવી
તમારી ગાડીમાં લગાવવામાં આવેલું Fastag વધુ જુનુ થઈ ગયુ હોય તો સમય રહેતા તમે તેને બદલી દો. કારણ કે વધુ જુનુ ફાસ્ટેગ લાગેલા વાહનોથી જો તમે કોઈ ટોલ પ્લાઝામાં જાઓ છો તો તે માન્ય નથી રહેતું.
ત્યાં તમને સુવિધા મળવાની જગ્યા પર પેનેલ્ટી આપવી પડી શકે છે. માટે જો તમે ગાડી લઈને ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો Fastagની વેલિડિટી જરૂર તપાસી લો.
માર્ગ પરિવહન મંત્રાલયે (Ministry of Road Transport) ફાસ્ટેગની એક વેલિડિટી નક્કી કરી છે. વેલિડિટી પુરી થયા બાદ ટોલ પ્લાઝા પર Fastag માન્ય નહીં રહે. પરંતુ તમારૂ વાહન ફાસ્ટેગ વગરનું માનવામાં આવશે અને તમારે બે ઘણો ટોલ ટેક્સ ચુકવવું પડી શકે છે. તેની સાથે જ ટોલ પ્લાઝામાં તમારો સમય પણ બરબાદ થઈ શકે છે.
પાંચ વર્ષ સુધી માન્ય હોય છે Fastag
નેશનલ હાઈવે ઓથોરિટી ઈન્ડિયા (National Highway Authority of India Highway) અનુસાર Fastagની માન્યતા પાંચ વર્ષ રાખવામાં આવી છે. માર્ગ પરિવહન મંત્રાલયે Fastagની શરૂઆત વર્ષ 2016 નવેમ્બરથી કરી હતી. નવેમ્બરથી નવા વાહનોમાં ફાસ્ટેગ જરૂરી કરી દેવામાં આવ્યું હતું. એટલે કે 2016 નવેમ્બરથી શોરૂમમાંથી વેચાતી દરેક ગાડી પર કંપની દ્વારા ફાસ્ટેગ લગાવીને જ આપવામાં આવશે. Fastagથી પહેલું ટ્રાન્ઝેક્શન ડિસેમ્બરના પહેલા અઠવાડીયાથી શરૂ કરી દેવામાં આવ્યું હતું. એટલે જો તમે નવેમ્બર 2016માં ગાડી ખરીદી છે તો બે દિવસ બાદ તમારી ગાડીમાં લાગેલો ફાસ્ટેગ પાંચ વર્ષ જુનો થઈ જશે અને તમારે તેને સમય રહેતા બદલવાનો રહેશે.
કાર વેચતા પહેલાં FASTag નું શું કરવું જોઇએ? જાણી લો…
હવે વાહન માલિકને શું કરવાનું રહેશે?
વાહનમાં લાગેલા પાંચ વર્ષ જુના ફાસ્ટેગને હટાવી લેવું જોઈએ. પરંતુ જો તમારૂ Fastag બેન્ક એકાઉન્ટ સાથે લિંક છે અથવા Fastagમાં રૂપિયા છે તો તમારે સંબંધિત બેન્કમાં જવાનું રહેશે. ત્યાં બીજુ Fastag લગાવવાનું રહેશે. તેની સાથે જ જુના Fastagમાં બચેલા રૂપિયાને નવા Fastagમાં ટ્રાન્સફર કરવાના રહેશે અને જુના Fastagને નષ્ટ કરવાનું રહેશે. જેથી તેનો કોઈ મિસયુઝ ન થઈ શકે.