* પેપરલેસ સરકાર તરફ આગળ વધવાનો નિર્ણય, દરેક વિભાગોને યુઝર આઈડી અને પાસવર્ડ અપાશે, ડિજિટીલ ઈન્ડિયા ના ભાગરૂપે ભુપેન્દ્ર પટેલ સરકારનો મહત્વનો નિર્ણય, સંપૂર્ણ પણે આ Application નું અમલીકરણ 25 ડિસેમ્બર થી શરૂઆત થશે
સચિવાલય, મિટિંગ મેનેજમેન્ટ, ફાઈલ વર્ક, ટપાલ, કલેકટર-DDO અને તાલુકા કક્ષાની સરકારી કચેરીઓની રોજિંદા કામગીરી પેપરલેસ થશે
ઝડપી અને સરળ વહીવટની નેમ સાથે રાજ્યની વહીવટી કાર્ય પદ્ધતિને સંપૂર્ણપણે પેપરલેસ કરવા આજથી “ઇ-સરકાર” Application શરૂ થઇ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા ઇ-સરકાર Applicationનો પાઇલટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. સુશાસન દિવસથી આ Applicationનો સંપૂર્ણપણે અમલ કરવામાં આવશે અને સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. આ Application સચિવાલયના વિભાગો, ખાતાના વડાની કચેરીઓ તથા કલેકટર- ડીડીઓ કચેરી ઉપરાંત જિલ્લા-તાલુકા કક્ષાની કચેરીઓ સુધી પણ કાર્યરત થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા તથા રાજ્યમાં ઝડપી અને સરળ વહીવટની નેમ સાથે ગુજરાતની હાલની વહીવટી કાર્ય પદ્ધતિને સંપૂર્ણપણે પેપરલેસ કરવા આજથી “ઇ-સરકાર” Application શરૂ કરવા કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો હોવાનું સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે. મંત્રી વાઘાણીએ ઇ-ગવર્નન્સ ઉપર ભાર મુકતા જણાવ્યું કે, આજે જ્યારે દેશ અને રાજ્યમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે એકતા દિવસની ઉજવણી થઇ રહી છે ત્યારે સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા આજથી ઇ-સરકાર Applicationનો પાઇલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. ભારતના પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપાઈજીની ૨૫મી ડિસેમ્બરે જન્મ જયંતિ છે અને સુશાસન દિવસ પણ છે. તે દિવસથી આ Applicationનો સંપૂર્ણપણે અમલ કરવામાં આવશે.
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ Application સચિવાલયના વિભાગો, ખાતાના વડાની કચેરીઓ તથા કલેકટર કચેરી ડી.ડી.ઓ. કચેરી જેવી જિલ્લા કક્ષાની કચેરીઓ અને તાલુકા કક્ષાની કચેરીઓ સુધી પણ કાર્યરત થશે. મંત્રીએ ઉમેર્યું કે, ઇ-સરકાર હેઠળ આરટીઆઇ અરજી કરવી, લોક ફરિયાદ કરવી તથા મુલાકાત માટે સમય મેળવવો જેવી નાગરિકલક્ષી સેવાઓ પણ આવરી લેવામાં આવી છે. આ Applicationમાં નાગરિકોને તેમની કેટલીક જરૂરી વિગતો આપ્યા બાદ તેમને યુઝર આઈડી અને પાસવર્ડ ફાળવવામાં આવશે. આરટીઆઇ અંતર્ગત નિયત ફી પણ નાગરિકો ઓનલાઇન ચૂકવણી કરી શકશે. વધુમાં નાગરિકોને આ Applicationના ઉપયોગ માટે જરૂરી ટેક્નિકલ મદદ પણ ચેટબોટના માધ્યમથી આપવામાં આવશે.
સમગ્ર ગુજરાત નો વહીવટ કરતું સચિવાલય કઈ રીતે કામ કરે છે? કેટલા વિભાગો હોય છે, જાણો
રાજ્યમાં વર્ષ ૨૦૦૫થી IWDMS નામની Application વહીવટી કામગીરી માટે ચાલુ છે. જેમાં હવે અદ્યતન ટેકનોલોજીનો સમન્વય કરીને ઇ-સરકાર Application શરૂ કરવામાં આવી રહી છે. મંત્રીએ રાજ્યના તમામ નાગરીકોને તથા વહીવટી કચેરીઓના વડાઓને આ Applicationનો મહત્તમ ઉપયોગ કરીને રાજ્યના ઈ-ગવર્નન્સને આગળ ધપાવવા સહયોગ આપવા અનુરોધ કર્યો છે.