મેકડોનાલ્ડ્સ,બર્ગર કિંગ અને ડોમિનોઝમાં detergent થી તૈયાર થાય છે પિત્ઝા?
સંશોધનમાં સામે આવ્યો ચોંકાવનારો ખુલાસો
પ્લાસ્ટિકને નરમ રાખવા ઉપયોગી થાય છે detergent જેવા કેમિકલ
તાજેતરમાં થયેલ એક રિસર્ચમાં સામે આવ્યું છે કે આ આઉટલેટ્સ પર મળતા જંક ફૂડમાં detergent માં વપરાતા રસાયણો ભેળવવામાં આવે છે.
એટલે કે, તમારા સ્વાસ્થ્ય સાથે સીધો ખેલ થઈ રહ્યો છે.
પ્લાસ્ટિકને નરમ રાખે છે Chemical
DNAના અહેવાલ પ્રમાણે, જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટી, સાઉથવેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (સેન એન્ટોનિયો, ટેક્સાસ), બોસ્ટન યુનિવર્સિટી અને હાર્વર્ડ યુનિવર્સિટીના સંશોધકો દ્વારા હાથ ધરવામાં આવેલ સંશોધન, જર્નલ ઑફ એક્સપોઝર સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટલ એપિડેમિયોલોજીમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે, સંશોધન મુજબ, મેકડોનાલ્ડ્સ, બર્ગર કિંગ, પિઝા હટ, ડોમિનોઝ, ટેકો બેલ અને ચિપોટલ સહિતની જાણીતી ફૂડ ચેઇન્સમાં મળી આવતા જંક ફૂડમાં પ્લાસ્ટિકને નરમ કરવા માટે વપરાતું રસાયણ મળી આવ્યું છે.
64 ખાદ્યપદાર્થોના સેમ્પલનું કરાયું ટેસ્ટિંગ
આ રસાયણિક ખોરાક ખાવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. સંશોધકોએ આ આઉટલેટ્સમાંથી હેમબર્ગર, ફ્રાઈસ, ચિકન નગેટ્સ, ચિકન બ્યુરીટો અને ચીઝ પિઝાના 64 ફૂડ સેમ્પલની તપાસ કરી. તેઓએ જોયું કે 80% થી વધુ ખોરાકમાં DnBP નામનું phthalate છે અને 70% માં phthalate DEHP છે. બંને રસાયણો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
PM Modi એ લોન્ચ કરી આયુષ્માન ભારત ડિજિટલ મિશન સ્કીમ, દરેક નાગરિકનું Health id હશે
Phthalate નો ઉપયોગ ક્યાં થાય છે?
સંશોધકોના જણાવ્યા અનુસાર, Phthalate એ એક રસાયણ છે જેનો ઉપયોગ કોસ્મેટિક્સ, વિનાઇલ ફ્લોરિંગ, detergent, ડિસ્પોઝેબલ ગ્લોવ્સ, વાયર કવર જેવા ઉત્પાદનોમાં વર્ષોથી કરવામાં આવે છે. આ રસાયણ પ્લાસ્ટિકને નરમ અને વાળવા યોગ્ય બનાવવામાં મદદ કરે છે, જેથી ઉત્પાદનની જરૂરિયાત મુજબ તેને મોલ્ડ કરી શકાય. આ રસાયણો બાળકોમાં અસ્થમા, મગજની ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. આ સિવાય તે વ્યક્તિની પ્રજનન પ્રણાલીને પણ અસર કરી શકે છે.