State ના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના કુંજાડ ગામે આયોજિત ગ્રામસભાને સંબોધતા એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ગુજરાત State સમગ્ર દેશમાં કોરોનામુક્ત થનારું પ્રથમ State હશે. તેમણે તેનો તર્ક આપતા કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતના તમામ નાગરિકોનું રસીકરણ થાય તે દિશામાં પ્રયાસો થઈ રહ્યા છે.
તેમણે આ અવસરે ઈન્ડિયા ટુડે ગ્રુપ દ્વારા રસીકરણમાં ગુજરાતના આરોગ્યકર્મીઓને મળેલા પુરસ્કારનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે State સરકારની કોરોનાકાળની કામગીરીની પ્રસંશા કરતા કહ્યું કે, ગુજરાતમાં કોરોનાનું સંકટ ગંભીર બન્યું ત્યારે ત્યારે ગુજરાત સરકારની કોર કમિટીએ નિયમિત ધોરણે તેની સમીક્ષા કરી, જરૂરી પગલા લીધા અને અંતે કોરોના સંકટને ખાળ્યું
આરોગ્યમંત્રીએ આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યશસ્વી કાર્યકાળનો ઉલ્લેખ કરતા કહયું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આજે ભારત વધુ મજબૂત બની રહ્યું છે અને દેશની શાખ વધી છે. તેમણે ઉમેર્યું કે, સમગ્ર વિશ્વમાં તેમના નેતૃત્વને સ્વીકૃતિ પ્રાપ્ત થઈ રહી છે.
તેમણે કહ્યું કે, નરેન્દ્રભાઈએ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનું સુકાન સંભાળ્યું હતું ત્યારથી આરોગ્ય, શિક્ષણ અને પાણી જેવા મુદ્દા પર ધ્યાન કેન્દ્રીત કરી વિકાસલક્ષી વ્યવસ્થાઓ વિકસાવી હતી અને તે વ્યવસ્થાઓ આજે પણ સુચારુ ઢબે કાર્યરત છે.
આરોગ્યમંત્રીએ ગ્રામસભામાં ઉપસ્થિત ગ્રામજનોને સિંગરવા હોસ્પિટલને જરૂરી સુવિધાઓ ઉપ્લબ્ધ કરાવવાની પણ ખાતરી આપી હતી. ઋષિકેશભાઈ ભારતને વિકાસશીલમાંથી વિકસિત રાષ્ટ્રની હરોળમાં સ્થાન અપાવવા માટે સરકાર દ્વારા થઈ રહેલા પ્રયાસોની રૂપરેખા આપતા કહ્યું કે, સરકાર સાધન સંપન્ન વ્યક્તિને જેવી સુવિધાઓ પ્રાપ્ત થાય છે તે સુવિધાઓ ગરીબો સુધી પહોંચાડવા માટે સંકલ્પબદ્ધ છે
ઋષિકેશ પટેલે ગુજરાત સરકાર દ્વારા આરોગ્ય સહિતના વિવિધ ક્ષેત્રોમાં થઈ રહેલા અનેકવિધ કામની વિગતો આપતા કહ્યું કે, ગામડાના નાગરિકોની સુખાકારી માટે ગ્રામ્યસ્તરે જ આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર વગેરે જેવી સુવિધાઓ પ્રાપ્ત તે માટેના નિર્ણય કર્યા છે. આ અવસરે વટવાના ધારાસભ્ય પ્રદિપસિંહ જાડેજાએ તેમના પ્રારંભિક ઉદબોધનમાં કહ્યું કે, કુંજાડ ગામ અને તેમની સમગ્ર ટીમે State સરકારની વિવિધ યોજનાઓનો ઉત્તમ અમલ કર્યો છે તે માટે અભિનંદનને પાત્ર છે.
એક નજર : Modi પહેલા અને Modi પછીનું ભારત
સાંસદ હસમુખ પટેલે પણ પીવાના શુદ્ધ પાણીની સુવિધામાં અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં કેવી રીતે ઉત્તમ કામ થયું છે તેના અનુભવો વર્ણવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગાંધી જ્યંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશભરમાં પાણી સમિતિઓ સાથે વર્ચ્યૂઅલ સંવાદ સાધવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય બાબુ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા ભાજપ પ્રમુખ હર્ષદગીરી ગોસ્વામી અને જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.