સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય જૂના વાહનો (Vehicles)ને ધીમે ધીમે સમાપ્ત કરવાની દિશામાં કામ કરી રહી છે. તો વળી તમામ રેંજના વાહનો (Vehicles)ના વેચાણને વધારવા માટે વ્હીકલ સ્ક્રેપ પોલીસીને લાગૂ કરવાનું વિચારી રહ્યા છે. જે અંતર્ગત ગ્રાહકોને પોતાના જૂના વાહનો (Vehicles) સ્ક્રેપ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.
આ પોલિસીમાં ફિટનેસ અને ઉત્સર્જન ટેસ્ટ પાસ નહીં કરવા પર 15 વર્ષથી વધારેના કોમર્શિયલ વાહનો અને 20 વર્ષથી વધારે પેસેન્જર વ્હીકલ રદ કરવામાં આવશે.
રિન્યૂઅલમાં મોડુ થશે તો થશે દંડ
હાલની નીતિ મુજબ, મોટરસાઇકલ માટે રજિસ્ટ્રેશન ફી આશરે 300 રૂપિયા છે, જે હવે બાઇકોની નોંધણી માટે વધીને 1000 રૂપિયા થશે. જ્યારે 15 વર્ષથી ઉપરના બસ અથવા ટ્રક માટે ફિટનેસ રિન્યુઅલ સર્ટિફિકેટ મેળવવા માટે વર્તમાન દર, જે હવે 1500 રૂપિયા છે, તે 12,500 રૂપિયા હશે. આ સાથે, ખાનગી વાહનો (Vehicles)ના રજીસ્ટ્રેશનના નવીકરણમાં કોઈપણ વિલંબ માટે દર મહિને 300 રૂપિયા અને વ્યાપારી વાહનો માટે 500 રૂપિયા ચૂકવવા પડશે.
નોંધનીય છે કે કોમર્શિયલ વાહનોના ફિટનેસ સર્ટિફિકેટ રિન્યુ કરવામાં વિલંબથી પ્રતિદિન 50 રૂપિયાનો દંડ લાગશે. તમને જણાવી દઈએ કે દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં 10 વર્ષથી જૂના ડીઝલ વાહનો (Vehicles) અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનો (Vehicles) પર પહેલેથી જ પ્રતિબંધ છે.
Whatsapp એ આપ્યો ઝટકો, આ સ્માર્ટફોનમાં આ તારીખથી નહીં ચાલે મેસેજિંગ App
આટલા વર્ષો પછી નવા રજીસ્ટ્રેશન કરાવવી જરૂરી છે
રજિસ્ટ્રેશન અને ફિટનેસ સર્ટિફિકેટની નવીકરણ ફીમાં વધારો કરવાનો હેતુ લોકોને તેમના જૂના વાહનો (Vehicles) ન રાખવા માટે નિરાશ કરવાનો છે. તમને જણાવી દઈએ કે, ખાનગી વાહનોના માલિકોએ 15 વર્ષ પછી દર 5 વર્ષે રિન્યૂ કરાવવું પડશે. તેવી જ રીતે, વ્યાવસાયિક વાહનના 8 વર્ષ પૂર્ણ થયા બાદ દર વર્ષે ફિટનેસ સર્ટિફિકેટ રિન્યુ કરાવવાનું રહેશે. આ સિવાય વાહનોના મેન્યુઅલ અને ઓટોમેટિક ફિટનેસ ટેસ્ટ માટે પણ ફી નક્કી કરવામાં આવી છે.