જો તમારી પાસે Ration Card છે, તો તમને ઘણા પ્રકારની સુવિધા મળે છે. તે એક ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ તરીકે પણ માન્ય છે. તમે જાણતા જ હશો છે કે Ration Cardમાં નામ ઉમેરવા અથવા કઢાવવા કેટલુ મુશ્કેલ હોય છે. તેને લઇ ઘણા લોકો પરેશાન હોય છે. પરંતુ હવે પરેશાન થવાની જરૂર નથી.
તમે ઘરે બેઠા ઓનલાઇન કાઢી શકો છો. ચાલો જાણીએ.
હકીકતમાં પરિવારમાં કોઈ સભ્ય મૃત્યુ પામે છે, ત્યારે Ration Cardમાંથી તેમનું નામ કઢાવવું પડે છે. તેના માટે તમે સંબંધિત રેશન વિતરણ કેન્દ્રનો સંપર્ક સાધી શકો છો, પરંતુ જો તમે ઓનલાઇન બદલાવ કરવા માગો છો તો વેબસાઇટ પર જઇ પોતે જ આ કામ કરી શકો છો.
રાશનકાર્ડમાં ઓનલાઇન ફેરફાર કરવા માગો છો તો સૌથી પહેલા તમારે તમારા રાજ્યની રેશન વેબસાઇટ પર જાવ. પછી રાશનકાર્ડમાં ફેરફારવાળા વિકલ્પ પર ક્લિક કરો. ત્યા તમારા પરિવારના સભ્યના મૃત્યુ પછી નામ હટાવવાનો વિકલ્પ મળશે. તમારે ફક્ત માંગેલા દસ્તાવેજની જાણકારી આપવી પડશે અને નામ કપાવવા માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે.
ઓફલાઇન રીતે Ration Cardમાંથી નામ કપાવવા માટે તમારે ખાદ્ય વિભાગની ઓફિસ જવુ પડશે અને ત્યા પરીવારના સભ્યના ડેથ સર્ટિફિકેટ સાથે આધાર કાર્ડની કોપી આપવી પડશે. સાથે જ Ration Cardની એક ઝેરોક્ષ પણ આપવી પડશે. ત્યારબાદ તમે રાશનકાર્ડ માંથી જેનુ નામ કપાવવા માંગો છો, તે કપાવી શકો છો.