હેવી બાઈક માટે દુનિયાભરમાં વિખ્યાત Harley-Davidson કંપની હવે બદલાતા સમયની સાથે ઈ વાહનો તરફ પણ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. મળતી વિગતો પ્રમાણે કંપની આ વર્ષના અંત સુધીમાં પોતાની પહેલી ઈલેક્ટ્રિક બાઈક વેચાણ માટે માર્કેટમાં મૂકશે.Harley-Davidsonના ઓરિજિનલ ઈલેક્ટ્રિક સાઈકલ પ્રોગ્રામના આધારે તૈયાર થયેલી આ ઈ-સાઈકલને કંપનીએ સિરિયલ – ૧ નામ આપ્યું છે.
કંપની દ્વારા ગયા વર્ષે ઓક્ટોબરમાં જ તેને લોન્ચ કરવામાં આવી હતી, પરંતુ કોરોનાને કારણે ધાર્યું કામ થઈ શક્યું નહોતું. હવે કંપની પ્રથમ ૬૫૦ જેટલી સાઈકલ તૈયાર કરીને આ વર્ષના અંત સુધીમાં અમેરિકા અને યુરોપના દેશોમાં વેચાણ માટે મૂકવાની યોજના ધરાવે છે. આ ઈ સાઈકલની ડિલિવરી વર્ષના છેલ્લા ત્રિમાસિક ગાળામાં શરૃ થઈ શકે છે. હાલ સાઈકલની કિંમતને લઈને કંપની તરફથી કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી.
Ola Electric Scooter ! બુકિંગ શરુ થયાના માત્ર ૨૪ કલાકમાં ૧ લાખથી પણ વધુનું બુકિંગ
આ ઈ બાઈક Harley-Davidsonનાં 100 વર્ષ કરતાં પણ જૂના મોટરસાઈકલથી પ્રેરિત હોવાનું કહેવાય છે. કંપની દ્વારા તેને સફેદ ટાયર, બ્રાસી એક્સેન્ટ, ગ્લોસી પેઇન્ટ્સ અને બ્રાઉન ડ્રાઈવ બેલ્ટ સાથે એસ્થેટિક ટચ આપ્યો છે. જોકે ભારતમાં તે ક્યારે આવશે તે અંગે હજુ કંઈ કહી શકાય તેમ નથી.